શાહીન બાગમાં ચાલી રહેલા દેખાવની વિરુદ્ધની અરજીઓ પર આજે સુનાવણી

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ આજે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો(CAA)ની વિરુદ્ધ ધરણા કરી રહેલા દેખાવકારોને હટાવવાની અરજીઓ પર સુનાવણી કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના કારણે ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલામાં તાત્કાલિક આદેશ આપવાથી ઈન્કાર કર્યો હતો. જોકે કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે દેખાવ લાંબા સમયથી ચાલુ છે, તેના કારણે જાહેર રસ્તાઓને અનિશ્ચિત સમય સુધી કઈ રીતે બંધ કરી શકાય. લોકોને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તેનાથી કોઈને હેરાનગતિ ન થવી જોઈએ.બીજા પક્ષને સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપી શકાયઃ સુપ્રીમ કોર્ટકોર્ટે કહ્યું હતું કે દેખાવ નક્કી જગ્યા પર જ કરવામાં આવવો જોઈએ. આ મામલામાં બીજા પક્ષને સાંભળવો પણ જરૂરી છે. આ કારણે તાત્કાલિક આ અંગે કોઈ આદેશ કરીશું નહિ. કોર્ટે આ મામલામાં કેન્દ્ર અને દિલ્હી સરકાર સિવાય દિલ્હી પોલીસને પણ નોટીસ ઈસ્યુ કરી હતી.દેખાવોની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 3 અરજીઓદિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 50 દિવસથી CAA અને NRCના વિરોધમાં દેખાવો થઈ રહ્યાં છે. તેના કારણે ત્યાંના મુખ્ય રસ્તાઓ પર અવર-જવર બંધ છે. આ વિસ્તારના ટ્રાફિકને ડ્રાઈવર્ટ કરવાના કારણે લોકોની મુશ્કેલીની વિરુદ્ધ વકીલ અમિત સાહની અને ભાજપના નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે દેખાવ દરમિયાન 4 મહિનાના બાળકના મોત પર બહાદુરી પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થી જેન ગુણરત્ન સદાવર્તે સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો. કોર્ટે આ વાતને ધ્યાને લીધી છે.શાહીન બાગમાં છેલ્લા બે મહિનાથી ધરણા ચાલી રહ્યાં છેદિલ્હીમાં CAA અને NRCની વિરુદ્ધ શાહીન બાગ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો ધરણા પર બેઠા છે. 2 ફેબ્રુઆરીએ પ્રથમ વખત શાહીન બાગના ધરણાના વિરોધમાં સ્થાનિક લોકોએ દેખાવ કર્યા હતા. તેમની માંગ હતી કે ધરણા પર બેઠેલા લોકોએ નોઈડા અને કાલિંદી કુંજને જોડનાર રસ્તાઓ પર કબ્જો કરી લીધો છે. તેના કારણે લોકોને અવર-જવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.