વાપી નજીક દમણગંગા રેલવે બ્રીજ પર માલગાડી ટ્રેનની અડફેટે બે મહિલાના મોત
વલસાડ
વાપી અને કરમબેલી રેલવે સ્ટેશન વચ્ચે બે મહિલાઓના માલગાડીની અડફેટે આવતા મોત નીપજ્યાં હતા. વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. જેમા રેલવેના પાટા પર ચાલીને હિજરત કરી રહેલી બે શ્રમિક મહિલાઓના ટ્રેનની અડફેટે દમણગંગા બ્રીજ પર મોત નીપજ્યાં હતાં. સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારી સોલંકીએ જણાવ્યું હતું કે, બન્ને મહિલાઓેને કદાચ હાલના લોકડાઉનના સમયમાં ખ્યાન નહી રહ્યો હોય કે ટ્રેનો બંધ છે પરંતુ માલગાડી ચાલુ છે. મહિલાઓ હિજરત કરી રહી હોય તેમ સામાન લઈને દમણગંગા બ્રીજ પરથી પસાર થઈ રહી હશે એ દરમિયાન ટ્રેન આવી જતાં પછી તેમને બચવાનો મોકો ન મળ્યો હોય અને ટ્રેન અડફેટે મોત થયું હોય તેમ કહી શકાય છે. હાલ પોલીસે મહિલાઓની ઓળખથી લઈને તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.