
વડોદરામાં MS યુનિવર્સિટીમાં દારૂની ૮ બોટલ સાથે બે વિદ્યાર્થી સહિત ૪ ઝડપાયા, CCTVમાં કેદ
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ. યુનિવર્સિટીના કે.એમ. હોલમાં દારૂની ૭ બોટલ સાથે બે વિદ્યાર્થીઓ અને બે બહાર વ્યક્તિને વિજીલન્સની ટીમે ઝડપી પાડ્યા હતા. અને પોલીસના હવાલે કર્યાં હતા. જોકે પોલીસે ચારેયને જામીન પર મુક્ત કર્યાં હતા.
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના કે.એમ. હોલના વોર્ડેને રેડ પાડતા બે વિદ્યાર્થીઓ પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી. અને યુનિવર્સિટી બહાર બે વિદ્યાર્થીઓ પણ હોસ્ટેલ રૂમમાંથી મળી આવ્યા હતા. જેથી તુરંત જ વિજીલન્સ ટીમને જાણ કરી હતી. જેથી વિજીલન્સની ટીમે તુરંત જ સયાજીગંજ પોલીસને બોલાવી લીધી હતી. અને તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જોકે પોલીસે ચારેયને જામીન પર મુક્ત કર્યાં હતા.
CCTVમાં દારૂની આઠ બોટલ લઇને બે શખ્સ કે.એમ. હોલમાં પ્રવેશતા દેખાયા હતા. પોલીસે સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુનિવર્સિટી બહારના શખ્સો કેમ હોસ્ટેલમાં પ્રવેશે છે તે મામલે પણ સવાલો ઉભા થયા છે.