
વડોદરામાં શિવરાત્રીએ સુરસાગરના લોકાર્પણનો તખ્તો તૈયાર
વડોદરાઃ શિવરાત્રીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે બ્યુટીફિકેશન કરાયેલા સુરસાગરનું લોકાર્પણ કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ચાર વર્ષની અંદર ૩૫ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન થયેલા સુરસાગરમાં માત્ર ફ્લોરીંગનું કામ બાકી છે,જેને પણ ૨ દિવસમાં પુરૂ કરી દેવાશે.જ્યારે શિવરાત્રી પહેલા લાઈટીંગનું પણ ચેકીંગ કરી દેવાશે. જ્યારે સ્થાનિક સત્તાધીશો દ્વારા અમીત શાહ પાસેથી શિવરાત્રીનો સમય લેવાની મંજુરીની તજવીજ હાથ ધરાઈ છે. ૩૫ કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરીમાં સુરસાગરની ફરતે ૧ કિલોમીટરનો વોક-વે, દિવ્યાંગો માટે ખાસ રેમ્પની સુવિધા કરાઇ છે. સુરસાગર તળાવની જળસંગ્રહ ક્ષમતામાં ૪૩ હજાર ક્યુબિક મીટરનો વધારો કરાયો છે.
૯૫ ટકા કામ પુરું,માત્ર ટચિંગનું કામ બાકી છે
સુરસાગરના બ્યુટીફિકેશનનું ૯૫ ટકા કામ પુરૂ થઈ ગયું છે. જ્યારે માત્ર ટચીંગનું કામ બાકી છે. શિવરાત્રી પહેલા આ કામ પણ પુરૂ કરી દેવામાં આવશે. સુરસાગર બ્યુટીફિકેશનની મુદત જૂન ૨૦૨૦ સુધીની મુકેલી છે.પરંતું તે પહેલા કામ પુરૂ થઈ જશે.