વડોદરાની હાઈ-ફાઈ સ્કૂલમાં ચાલુ ક્લાસે ધો.૩નાં ૨ વિદ્યાર્થીઓ પર પંખો પડ્યો, ૮ ટાંકા આવ્યા

ગુજરાત
ગુજરાત

હાલ મોર્ડન ડે સ્કૂલ, ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હાઈ ફાઈ સ્કૂલો બનાવી વાલીઓ પાસેથી મસમોટી રકમ સ્કૂલ સંચાલકો દ્વારા વસૂલવામાં આવે છે. નોટો છાપવા પાછળ પાગલ સંચાલકો સ્કૂલ કેવી હાલતમાં છે તે જોતા નથી. વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં બ્રાઈટ ડે સ્કૂલમાં ભણતાં ધોરણ ૩નાં બે વિદ્યાર્થીઓ પર પડ્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, વડોદરાના વાસણા-ભાયલી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ આવેલી છે. સ્કૂલ માટે બાળકો પાસેથી તગડી ફી વસૂલવામાં આવે છે. બહારથી સ્કૂલ એકદમ હાઈફાઈ હોઈ તેમ જણાય આવે છે. પણ સ્કૂલોની અંદરની હાલત કેવી હોય છે તે તમને આ કિસ્સા પરથી ખ્યાલ આવી જ ગયો હશે. બ્રાઈટ સ્કૂલમાં ધોરણ ૩નો છેલ્લો ક્લાસ ચાલુ હતો. શિક્ષક પણ ક્લાસમાં હાજર ન હતા. તે સમયે જ સ્કૂલનો પંખો બે બાળકોનાં માથા પર પડ્યો હતો.
 
લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંખો સીધો માથો પડવાને કારણે એક બાળકને માથામાં ઊંડો ઘા પડી ગયો હતો. અને તેને કારણે ડોક્ટરોને ૮ ટાંકા લેવાની જરૂર પડી હતી. આ ઘટના બનતાં જ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક વાલીએ જણાવ્યું કે, બે દિવસ પહેલાં દ બાળકોએ પંખો પડી શકશે તેવી આશંકા ટીચરો સામે વ્યક્ત કરી હતી. પણ ટીચરોએ આ વાતને અવગણી હતી. અને આ બેદરકારીને કારણે આજે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.