લોખંડી પુરુષ સરદાર પટેલને સમર્પિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ હવે સામાન્ય આંખોથી જોવું પણ મુશ્કેલ

ગુજરાત
ગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે પ્રેમ અને તેમના સમર્પણને લઈ ગુજરાતના સરદાર સરોવર ધામ, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. વિશ્વભરમાં લોકો જાણે છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતમાં છે. પરંતુ લોકો એ નથી જાણતા કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતમાં જ છે.
 
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં છે. અને સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પણ ગુજરાતમાં છે. જ્યાં આ બંનેએ રેકોર્ડ સર્જ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતની એક થ્રીડી એનિમેશન બનાવતી કંપનીએ આ કરામત કરી બતાવી છે. રેસિન મટીરીયલથી ૧૩દ્બદ્બ ની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન પણ એક ગ્રામ જેટલું નથી. આ નાની રિપલિકા માત્ર ૩૦ મિનિટમાં બનાવવામાં આવી, પરંતુ વિચાર ત્યારે શરૂ થઈ ગયો જ્યારે વિશ્વની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી હતી.
 
થ્રીડી ક્લચર માટે લેર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી તેની ઉપર બારીકીથી ધ્યાન મૂકવામાં આવ્યું હતું. જેથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હૂબહૂ નકલ બની શકે. આ પ્રતિમા આટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવી પણ મુશ્કેલી થાય. પરંતુ ૩ડી ઈફેક્ટ હોવાના કારણે આ હુબહુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી લાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે પ્રેમ અને તેમના સમર્પણને લઈ ગુજરાતમાં સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતના સુરત શહેરમાં બનાવવામાં આવી છે. જ્યારે બીજુ કારણ છે કે લોકોમાં વિડીયો એનીમેશન અને તેનાથી ઉત્પન્ન થનાર સ્કીલ ડેવલપમેન્ટને લઈ આ પ્રયોગ કરવામાં આવ્યો છે.
 
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બાદ હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા આ પ્રતિમા સામેલ થાય તેની તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી અને વિશાળકાય પ્રતિમા અને સૌથી નાની અને હલકી પ્રતિમા પણ તેમના ગુજરાતમાં જ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.