રોષ / બોડેલી કેનાલ માર્ગે છકડાની છત પર બેસીને જોખમી મુસાફરી કરતાં બાળકો
બોડેલી: બોડેલી તાલુકામાં વિદ્યાર્થીઓ છગડાની છત પર બેસીને જોખમી મુસાફરી કરી રહ્યા હોવાનો વીડિઓ સોસીયલ મીડિયા માં વાઇરલ થતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ખાનગી વાહનો માં ઘેટાં બકરા ની જેમ જોખમી મુસાફરી કરતા દ્રશ્યો સામાન્ય બન્યા છે. પણ કેનાલ માર્ગે છકડામાં બાળકો લટકીને કે છત પર બેસીને જોખમી મુસાફરી કરે તે ગંભીર બાબત ગણાય.આવા વાહનો સામે જિલ્લા પોલીસ કેમ ચૂપ છે તે પ્રશ્ન ઉભો છે.
બોડેલી તાલુકામાં વિદ્યાર્થીઓ મોતની સવારી કરતા હોવાનો વિડીયો વાઇરલ થતા રોષ ભભૂકી ઉઠ્યો છે. બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ છગડામાં સવારી કરી રહ્યા છે જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કોઈ અપ્રિય ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે. બોડેલી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં એસટી બસ ની સુવિધા ના અભાવે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે.ટ્રાફિક નિયમોને નેવે મૂકીને ખાનગી વાહનો પોલીસની રહેમ નજર હેઠળ ઘમધમી રહ્યા છે.