રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક કાલે યોજાશે, મંદિર નિર્માણ મુહૂર્ત અને રૂપરેખા પર ચર્ચા થશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બુધવારે પહેલી બેઠક યોજાશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઇને કામ પૂર્ણ થવા સુધીની તમામ વાતો પર વિચાર કરવામાં આવશે. લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઇ શકે છે જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ ન થાય. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે મંદિર નિર્માણના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ અને તેના વિશે રૂપરેખા તૈયાર કરવા માટે એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું હતું. તેના પહેલા ટ્રસ્ટી કે. પરાસરન છે.પારદર્શક પ્રક્રિયાથી દાન લેવાની રણનીતિ સામે આવી શકે છેન્યૂઝ એજન્સી ANI પ્રમાણે ટ્રસ્ટની બેઠકમાં શિલાન્યસાના મુહૂર્તથી લઇને નિર્માણ પૂર્ણ થવા સુધીની સમયસીમા નિર્ધારિત કરવામાં આવી શકે છે. તેમાં પારદર્શક પ્રક્રિયાથી દાન લેવાની રણનીતિ પર સામે આવી શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં કોઇ પ્રકારના વિવાદથી બચી શકાય. ટ્રસ્ટ એ વાત પર પણ વિચાર કરશે કે નિર્માણકાર્ય દરમિયાન રામલલ્લાની પ્રતિમાને ક્યાં રાખવામાં આવે. સરકારે ટ્રસ્ટની ઓફિસ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં બનાવી છે. આ હિન્દુ પક્ષના વકીલ કે.પરાસરનનું નિવાસસ્થાન છે. ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો છે.