રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો, બે ધારાસભ્યોના રાજીનામા
રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે અને જોડતોડની રાજનીતિ દેખાઈ રહી છે. આપણે જણાવી દઈએ કે ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આગામી 26મી માર્ચે યોજાવવાની છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના લીમડીના ધારાસભ્ય સોમા પટેલે રાજીનામું આપ્યું છે. સોમા પટેલે રાત્રે લગભગ 12થી 12.30 વાગ્યા દરમિયાન રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળ્યા છે. સાથે જ એવી પણ માહિતી મળી છે કે રાજીનામું આપ્યા બાદ સોમા પટેલ પ્રદીપસિંહને પણ મળ્યા હતા. એવા પણ સમાચાર છે કે ધારીના MLA જે.વી.કાકડીયાએ પણ રાજીનામું આપ્યું છે. જો કે આ અંગે હાલ સ્પષ્ટ માહિતી નથી.