રાજ્યમાં એક જ દિવસમાં ૧૪ કેસ, એકનું મોત, મરકજના વધુ ૫ પોઝિટિવ, કુલ ૧૨૨માંથી ૭૨ લોકલ ટ્રાન્સમિશન

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા ૮ કેસ, ભાવનગરમાં ૨, વડોદરામાં ૧, છોટાઉદેપુર ૧ અને સુરતમાં ૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૧૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં ૧૧ના મોત નીપજ્યાં છે.  છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત ૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કુલ ૧૨૨ પોઝિટિવ કેસમાંથી ૭૨ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.  જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં ૫૩ પોઝિટિવ કેસ અને ૫ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ કેસ, સુરતમાં ૧૫ પોઝિટિવ કેસ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ પોઝિટિવ કેસ, ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને ૨ના મોત, વડોદરામાં ૧૦ પોઝિટિવ કેસ અને ૧નું મોત, પોરબંદરમાં ૩ અને ગીરસોમનાથમાં ૨ પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.  કુલ ૧૨૨ કેસમાંથી ૩૩ વિદેશથી આવેલા, ૧૭ આંતરરાજ્ય અને ૭૨ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.