રાજકોટ / CAAના સમર્થનમાં તિરંગા યાત્રા, 2 કિમી લાંબો રાષ્ટ્રધ્વજ, CMએ કહ્યું,દેશને ટૂકડા કરવા નીકળેલા લોકો માટે આ જડબાતોડ જવાબ
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં જણાવ્યું હતું કે, દેશને ટૂકડા કરવા નીકળેલા લોકો માટે આ જડબાતોડ જવાબ છે. તિરંગાયાત્રા જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક ત્યાંથી ત્રિકોણબાગથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને ત્યાંથી જ્યુબિલી મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યૂ ખાતે પૂર્ણ થઇ હતી. આ યાત્રામાં બે કિલોમીટર લંબાઇનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમજ હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા. લોકોના હાથમાં હજારો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળ્યા હતા. I support CAAના બેનર સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી.કોગ્રેસ પર મુખ્યમંત્રીએ પ્રહારો કર્યાવિજય રૂપાણીએ CAAના સમર્થનમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ, જૈન સમાજ, હિન્દુ સમાજ બધા જ સમાજોના આગેવાનો અને ધર્મગુરૂઓ આજે CAAના સમર્થનમાં બહાર આવ્યા છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ ઐતિહાસિકભર્યો નિર્ણય કર્યો છે તેનું આ સમર્થન છે. ગુજરાતમાં અલગ અલગ મહાનગરોમાં દરેક જગ્યાએ આ રેલી નીકળી રહી છે. જનસમર્થન ગુજરાતમાંથી આજે CAAને વ્યાપક પ્રમાણમાં મળી રહ્યું છે. કોંગ્રેસ મુસ્લિમોને ગુમરાહ કરી રહી છે. CAAથી અન્ય દેશમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાની છે કોઇની નાગરિકતા છીનવવાની નથી. આથી દેશમાં રહેતા લોકોએ ડરવાની જરૂર નથી. કોંગ્રેસ CAAને લઇને દેશમાં રહેતા લોકોને ગેરમાર્ગે લઇ જઇ રહી છે. અલ્યા, માલ્યા જમાલ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.ભાજપમાં હવે કોઇ બે ફાંટા નથી: બાવળીયાતિરંગા યાત્રામાં હાજર રહેલા કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ભાજપમાં હવે કોઇ બે ફાંટા નથી. જે ગેર સમજણ હતી તે દૂર થઇ ગઇ છે. નવા પરિપત્રથી કોઇ પણ સમાજને અન્યાય નહીં થાય. SC, ST અને OBC કોઇ પણ અન્ય સમાજના લોકોને અન્યાય ન થાય તે પ્રમાણે સુધારા વધારા કરવામાં આવશે. તમામને ન્યાયિક રીતે મેરીટના ધોરણે ન્યાય મળે તે રીતે સુધારા કરવામાં આવશે.સાધુ-સંતો પણ તિરંગા યાત્રામાં જોડાયારેલીમાં સાધુ, સંતો પણ જોડાયા હતા. જેમાં મુંજકા આશ્રમના સ્વામી પરમાનંદજી તેઓના આશ્રમમાં યોજાયેલી શિબિરમાં હાલ ઉપસ્થિત 28 NRI સાથે આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારેશ્વર મંદિર ભક્તિનગર તથા રણછોડદાસ આશ્રમના સંત-મહંત તેમજ સેવકગણોએ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં વિવિધ સામાજીક સંસ્થાઓ, સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા.પોલીસ કમિશનર અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું હતુંCAAના સમર્થનમાં તિરંગા યાત્રાને લઇને શહરેના માર્ગો પર ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે માટે યાત્રાને જોડતા અનેક માર્ગો પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમજ કેટલાક માર્ગોને ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સનું ગ્રાઉન્ડ પર વાહન પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.