રાજકોટ : તરછોડાયેલી બાળકીની મુલાકાત લઇ CMએ કહ્યું સરકાર ખર્ચ આપશે.

ગુજરાત
ગુજરાત

રાજકોટઃ જામનગર હાઈવે પર ઘંટેશ્વરમાં આજે મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે રાજકોટ જિલ્લા અદાલતના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘંટેશ્વરનાસર્વે નં.૧૫૦ની ૫૬૬૫૮ ચો.મી. જમીનના ક્ષેત્રફળમાં રાજકોટ જિલ્લા અદાલતનું નવું બિલ્ડીંગ ૧૧૮ કરોડના ખર્ચે બનશે. ભોંયતળિયા સહિત પાંચ માળના બિલ્ડિંગનું બાંધકામનું ક્ષેત્રફળ ૩૬૫૨૦ ચો.મી. છે. રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. બાદમાં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમૃતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સંવેદના દર્શાવી હતી. બાળકીના આરોગ્ય અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તે સરકાર કરશે, મારી ઇચ્છા હતી બાળકીને મળવાની.
 
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકી પર કૂતરા દ્વારા હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ તેને બચાવી હતી. આ બાળકીને તંત્રએ દત્તક લઇ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. મારી ઇચ્છા હતી કે બાળકીના ખબર અંતર પૂછું. ડોક્ટર સારી રીતે મહેનત કરે છે. ડોક્ટરને કહ્યું છે કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તો સરકાર કરશે. બાળકીને મોટી કરવી પડે, તેની ચિંતા કરવી પડે આ માટે બધાને સૂચના આપી છે. સઘન સારવાર મળી રહી છે. પોલીસ કમિશનર અને કલેક્ટરનો ધન્યવાદ માનુ છું.
 
મુખ્યમંત્રીના વિધાનસભા બેઠક હેઠળના વિસ્તારમાં ૧૪૫ કુપોષિત બાળકો પૈકી ૧૫ બાળકો પોષિત બન્યા છે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. કુપોષણ આપણા માટે મોટી ચેલેન્જ છે. રાજ્ય સરકાર કુપોષણ સામે લડવા પાલક વાલી કાર્યક્રમ યોજ્યો હતો. ૨ વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન ચલાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કોપોષિત બાળકોના વાલી સાથે સંવાદ પણ કર્યો હતો. સુરત અને કચ્છના દારૂ પાર્ટીના વાઇરલ વીડિયો અંગે CMએ કહ્યું દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થશેaa

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.