રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના પોસ્ટર પર ફેંકવામાં આવી શાહી

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પોસ્ટરને ટાર્ગેટ કરવાની ઘટના બની છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના મધ્યસ્થ કાર્યાલય ખાતે લગાવેલ ઉમેદવારના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી છે. જોકે શાહી ફેંકનારની ઓળખ સામે આવી નથી. વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરુ કરી દીધો છે જ્યારે 14 તારીખે શહેરના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે.

રાજકોટની સાથે સાથે જામનગરમાં પણ ક્ષત્રિય બહેનો દ્વારા પરષોત્તમ રૂપાલાનો ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના વુલનમિલ વિસ્તારમાં ભાજપની સભાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે સભા શરૂ થાય તે પહેલા જ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કાર્યક્રમમાં ગોઠવાયેલી ખુરશીઓ ઊંધી કરી દેવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.