રાજકોટમાં નશો કરી ST બસ ચલાવતા અને ટિકિટમાં ગોલમાલ કરતા ૩૦ ડ્રાઇવર-કન્ડક્ટરને ડીસમીસ કરાયા

ગુજરાત
ગુજરાત

રાજકોટ 
      રાજકોટ ST ડિવિઝનમાં દારૂ પીને બસ ચલાવવી કે યાત્રિકોને અપાતી ટિકિટમાં ગોલમાલ કરવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય એમ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર અને ટિકિટમાં કટકી કરતા કંડક્ટર પકડાતા હોય છે. તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકે નશો કરી બસ હંકારતા, ફરજમાં બેદરકારી દાખવતા, ફરજ પર અનિયમિત રહેતા, યાત્રિકોને અપાતી ટિકિટમાં ગોલમાલ કરતા એવા ૩૦ ડ્રાઈવર્સ-કંડક્ટરને ડીસમીસ કરી દેવાયા છે.
 
     કંડક્ટરમાં રાજકોટ ડેપોના ૫, ગોંડલ ડેપોના ૧, મોરબી ડેપોના ૪, સુરેન્દ્રનગર ડેપોના ૧, વાંકાનેર ડેપોના ૧, જસદણ ડેપોના ૩, ધ્રાંગધ્રા ડેપોના ૨ તથા લીંબડી ડેપોના ૧, ચોટીલા ડેપોના ૨, અને વોલ્વોના ૩નો સમાવેશ થાય છે. કેફીપીણુ પીવા બદલ ૨ ડ્રાઇવર અને સતત ગેરહાજરી સબબ ૫ ડ્રાઇવર અને ૨૨ કંડક્ટર તેમજ ટિકિટ ચોરી કરવા બદલ ૧ ડ્રાઇવર મળી કુલ ૭ ડ્રાઇવર અને ૨૩ કંડક્ટરને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છે. જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવાયેલા ૩૦ ડ્રાઇવર -કંડક્ટર પૈકી ૬ રાજકોટ ડેપોના ૧ લીંબડી ડેપોના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આમ વિભાગના જુદા-જુદા ડેપોના કુલ ૨૩ કંડક્ટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.