
રાજકોટમાં કોરોના વાઇરસની શંકાએ રાજકોટ સિવિલમાં દાખલ જેતપુર પંથકની યુવતીનો રિપોર્ટ નેગેટિવ
રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની અને ચીન મેડિકલના અભ્યાસ માટે ગયેલી યુવતી થોડા દિવસ પહેલા વતન પરત આવી હતી. યુવતીને શરદી, તાવ, ઉધરસ હોય શંકાસ્પદ કોરોના વાઇરસના લક્ષણો જણાતા તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તેના લોહી, કફના નમૂના લઇ અમદાવાદ લેબોરેટરી અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આજે તેને ડિસ્ચાર્જ મળશે.