
મુંબઈ / ૧૨ વર્ષીય કામ્યા દક્ષિણ આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ અકોન્કાગુઆ પર પહોંચનારી સૌથી યુવા પર્વતારોહી બની
ઊંચા શિખરો સર કરવા માટે કોઈ ઉંમરની સીમા નથી હોતી. મજબૂત ઈચ્છા શક્તિ અને અથાક પ્રયત્નોથી પણ તેને સિદ્ધ કરી શકાય છે. આ વાતને મુંબઈની ૧૨ વર્ષીય કામ્યા કાર્તિકેયને પુરવાર કરી છે. કામ્યા દક્ષિણ આફ્રિકાના પવર્ત માઉન્ટ અકોન્કાગુઆના સૌથી ઊંચાઈ પર આવેલા શિખર પર પહોંચનાર સૌથી યુવા પર્વતારોહી બની છે. ૧ ફેબ્રુઆરીએ કાવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. કામ્યા ઊંચાઈએ ૧૬૦૦ કલાકની સફર કર્યા બાદ ૬,૯૬૦.૮ મીટર ઊંચા શિખરે પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો.કાવ્યા મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં ૭માં ધોરણમાં અભ્યાસ કરે છેકાવ્યાને પર્વતારોહી બનાવવા માટે વેસ્ટર્ન નેવલ કમાન્ડના વાઈસ એડિમરલ અજિત કુમારે તાલીમ આપી હતી. કામ્યાએ વર્ષ ૨૦૧૯માં ૨૪ ઓગસ્ટે લદાખમાં આવેલ માઉન્ટ મેન્ટોક કાંગ્રી પર પહોંચવા બીજી વાર સફળતા હાંસલ કરી હતી. આ સફળતા હાંસલ કરનાર તે સૌથી યુવા પર્વતારોહી બની છે. કાવ્યા માત્ર ૯ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી હતી. બેઝ કેમ્પ સુધી પહોંચનાર કાવ્યા વિશ્વભરમાં બીજી સૌથી યુવા છોકરી બની હતી. કાવ્યાએ માત્ર ૩ વર્ષની ઉંમરે લોનાવલામાં બેઝિક ટ્રેકિંગ શરૂ કર્યું હતું.એક અધિકારીના જણાવ્યા અનુસાર, ‘વર્ષોની શારીરિક અને માનસિક તૈયારી સાથે એડવેન્ચર સ્પોર્ટ્સમાં નિયમિત ભાગીદારીએ કાવ્યાને મુશ્કેલીમાં પણ શિખર સુધી પહોંચવા માટે મદદ કરી.’કાવ્યના પિતા નેવી ઓફિસરકાવ્યાના પિતા કાર્તિકેયન નેવી ઓફિસર છે અને તેની માતા લાવણ્યા શિક્ષિકા છે. કાવ્યા ૯ વર્ષની હતી ત્યારે તેણે માતાપિતા સાથે હિમાલય પર ટ્રેકિંગ કર્યું હતું. પરિવારે ૧૬૪૭૦ ફૂટની ઊંચાઈએ આવેલી ઉત્તરાખંડના રૂપકુંડ હિલ પર પણ ટ્રેકિંગ કર્યું હતું.વર્ષ ૨૦૨૧માં એક્સપ્લોરર્સ ગ્રેંડ સ્લેમ પૂરું કરવાનું લક્ષ્યકામ્યા આફ્રિકાના સૌથી મોટાં શિખર કિલિમંજારો (૮૫૯૫ મીટર), યુરોપનાં સૌથી મોટાં શિખર માઉન્ટ એબ્રુલ્સ (૫૬૪૨ મીટર) અને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટાં શિખર કોસુઝ્કો (૨૨૨૮ મીટર) પર ટ્રેકિંગ કરવામાં સફળતા હાંસલ કરી છે. તેનું લક્ષ્ય વર્ષ ૨૦૨૧માં એક્સપ્લોરર્સ ગ્રેંડ સ્લેમ પૂરું કરવાનું છે. તેમાં દુનિયાના ૭ ખંડના સૌથી સૌથી ઊંચા શિખરો પર પહોંચવાનું હોય છે.