માલપુરઃ પુલ ઉપરથી નદીમાં પડતાં સગીરનું મોત, પરિવાર શોકમગ્ન
માલપુરમાં નદીના કાંઠે સગીર પુલ પરથી નીચે ખાબકતાં તેનું કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્રારા ભારે જહેમતને અંતે સગીરનો મૃતદેહ બહાર નીકાળ્યો હતો. પોતાના વ્હાલસોયા દિકરાના મોતથી પરિવાર શોકમગ્ન બની ગયો છે. સમગ્ર મામલે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યા છે કે પછી આકસ્મિક રીતે સગીર નદીમાં ખાબક્યો તે અંગે તપાસ શરૂ કરી છે.
અરવલ્લી જીલ્લાના માલપુરના ગલિયાદાંતી શૈલષ શંકરભાઇ ખાંટ નામનો સગીર પુલ પરથી નદીમાં ખાબક્યો હતો. ૧૫ વર્ષીય સગીર નદીના પુલની કીનારી ઉપર બેઠા પછી અચાનક નદીમાં ખાબકતાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા પોલીસ સહિત ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર સ્ટાફે ભારે જહેમતને અંતે મૃતકની લાશને બહાર નીકાળતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. ઘટનાને લઇ સગીરે આત્મહત્યા કરી કે પછી આકસ્મિક રીતે નદીમાં ખાબક્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે