
મહાશિવરાત્રીમાં સોમનાથ મંદિરે ૪૨ કલાક દર્શન થશે, ૩ દિવસનો રાષ્ટ્રીય લોક રંગ મહોત્સવ યોજાશે
વેરાવળઃ મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર ૪૨ કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. ત્યારે મહાશિવરાત્રીને લઇ સચિવ પ્રવિણ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા વિવિધ આયોજનો કરાય રહ્યા છે. જેમાં શિવપર્વનો પ્રારંભ તા. ૨૦ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે.સોમનાથ મંદિરને ફૂલોનો શણગારથી સુશોભિત કરાશેજેમાં ભારતના ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોક કલાકારો લોક સંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે. જે તા. ૨૦થી સતત ૭૨ કલાક ચાલનારા આ મહોત્સવ સોમનાથ આંગણે યોજાશે. સોમનાથ મહાદેવ મંદિરમહાશિવરાત્રીએ સવારે ૪ વાગ્યે ખુલશે જે તા. ૨૨ ફેબ્રુઆરી રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાકખુલ્લુંરહેશે.મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સવારે સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા ધૂન, ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિર પ્રદક્ષિણા કરશે. સમગ્ર સોમનાથ મંદિરને ફૂલોનો શણગારથી સુશોભિત કરાશે.મહાશિવરાત્રીને લઈ સોમનાથ મંદિરે તડામાર તૈયારીભક્તો દ્વારા ભંડારાનું આયોજનમહાશિવરાત્રી દરમિયાન મંદિર પાસે ૪ જગ્યાએ ભોજન પ્રસાદ માટેના ભંડારા શરૂ થશે. જેમાં વિનામૂલ્યે પ્રસાદનો લાભ મળશે. જેનું આયોજન મહાદેવના ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે.મહાશિવરાત્રી દરમિયાન આરતીનો સમયમહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે મધ્યરાત્રીએ ૧૨ઃ૩૦ કલાકે બીજા પહોરની આરતી થશે. ત્યારબાદ ત્રીજા પહોરની રાત્રે ૩ઃ૩૦ અને ચોથા પહોરની આરતી સવારે ૫ઃ૩૦ એ થશે.રેલ્વેમાં વધુ કોચ જોડવા માંગણીશિવરાત્રી અનુલક્ષીને રેલ્વેમાં વધારાના કોચ જોડવા અને વિશેષ ટ્રેન જૂનાગઢ સોમનાથ વચ્ચે ચલાવવા માંગણી કરાઇ છે. એસ.ટી. બસ સેવા અને જીલ્લા પોલિસ તથા જીલ્લા વહીવટી તંત્ર થોડા જ દિવસમાં શિવરાત્રી અંગેની તૈયારીઓને આખરી ઓપ આપશે.