
મહાજાતિ ગુજરાતી પ્રજાનું ગૌરવ : માનસિંહભાઈ પૃથ્વીરાજ ચૌધરી
ગુજરાતી પ્રજા સાહસ કરવા માટે ખૂબ જ જાણીતી છે. મહાજાતિ ગુજરાતી પ્રજા પાસે સર્જનશીલતા છે. જેની પાસે સર્જનશીલતા છે તેને આગવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દુનિયામાં સર્જકનું સર્જન અમર રહે છે. દૂધ સાગર ડેરીના સર્જકનું નામ માનસિંહભાઈ પૃથ્વીરાજ ચૌધરી છે. બનાસ ડેરીના સર્જકનું નામ સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ છે. આ બન્ને મહાન વિભૂતિઓનો ‘આંજણા કુળ’માં જન્મ થયો હતો.
બનાસ ડેરીના સર્જનમાં દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક માનસિંહભાઈ ચૌધરીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે, તેને આપણે આજે પણ ભૂલી શકીએ તેમ નથી. હાલના સમયમાં લાખો દૂધ ઉત્પાદક, ખેડૂતના ચહેર પર સુખના સ્મિત છે તે બે મહાન વિભૂતિના કારણે છે.
દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક માનસિંહભાઈ ચૌધરી અને બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મહાજાતિ ગુજરાતી પ્રજાનું ગૌરવ છે. દૂધ સાગર ડેરી અને બનાસ ડેરી ગ્રામ્ય અર્થતંત્રની ધોરીનસ છે. તેના થકી લાખો લોકોના ઘરમાં રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.
ગલબાભાઈ પટેલે મહેસાણા જિલ્લાના પગલે બનાસકાંઠામાં શ્વેત ધારારૂપી દૂધની ગંગા વહેવડાવવા માટે તેઓએ માનસિંહભાઈ ચૌધરી પાસેથી માર્ગદર્શન, પ્રેરણા અને સાથ મેળવ્યો હતો. દૂધના વ્યવસાયમાં બનાસકાંઠાના ખેડૂતો માટે સમૃદ્ધિ વધારવા માટે સફળતાપૂર્વક પ્રયત્નો કરીને બનાસ ડેરીનું સર્જન કરવામાં આવ્યું હતું.
ગલબાભાઈ પટેલની બનાસકાંઠાને સમૃદ્ધ કરીને ખેડૂતોને બે પાંદડે કરવાની ઈચ્છા હતી અને તેમાં સફળ પણ થયા હતાં. તેમને સર્જનશીલ વિચાર કરીને રચનાત્મક યોજાના ઘડી કાઢી હતી. બનાસ ડેરી અને ખાંડના કારખાનને અગ્રિમ સ્થાન આપ્યું હતું. પછી પાછળથી દ્ર્ઢ સંકલ્પ બળ સાથે દૂધના વ્યવસાયમાં ઝપલાવ્યું હતું.
શ્વેત ક્રાંતિના સર્જક તરીકે માનસિંહભાઈ ચૌધરીનું નામ અગ્રેસર રહ્યું છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઓજસ્વી સ્મિત આપતો ચહેરો સાદાઈ ભર્યા ગુણો ધરાવતા માનસિંહભાઈ ચૌધરીનો જન્મ હાલના માણસા તાલુકામાં આવેલ ચરાડા ગામે તા.૧૫-૧૧-૧૯૧૯ના રોજ આંજણા પટેલ પાટીદાર કુળમાં થયો હતો.
દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક માનસિંહ ચૌધરી બાળપણથી જ તેજસ્વી વિચારો સાથે દેશ પ્રેમના રંગે રંગાય હતાં. જયારે માનસિંહભાઈ ચૌધરી કોલેજ કરતાં ત્યારેથી બધા કરતાં અલગ રીતે તરી આવતા હતાં અને સર્જનાત્મક પ્રવત્તિમાં ભાગ લઈને પોતાનું ઘડતર કર્યું હતું. આટલું જ નહીં, વર્ષ ૧૯૪૦-૪૧ના વર્ષમાં વડોદરાની કોલેજની છત્રસંઘ ચૂંટણીમાં મંત્રી પદે ચૂંટાઈ આવ્યા હતા.
માનસિંહભાઈ ચૌધરી સ્વદેશીના હિમાયતી રહ્યા હતા અને વર્ષ ૧૯૩૯માં વિદેશી વસ્ત્રોનો ત્યાગ પણ કર્યા હતો. ૧૯૪૨ના વર્ષમાં ‘હિંદ છોડો’ ચળવળ દેશમાં ચાલી રહી હતી તેવા સમયે યુવાધન ભક્તિના રંગે રંગાઈ ગયું હતું તેવા સમયે માનસિંહ ચૌધરીએ કોલેજ છોડી દીધી હતી અને આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતાં.
દૂધ સાગર ડેરીના આધ્યસ્થાપક માનસિંહભાઈ ચૌધરીએ જાહેર જીવનમાં માનવ સમાજ માટે કઈ’ક કરી છૂટવાની તમન્ના સેવી હતી. તેમેણે વકીલ વ્યવસાય સાથે આગળ વધે તે પહેલા જ જાહેર જીવનમાં પ્રવેશ કર્યા હતો. માનસિંહભાઈ ચૌધરી તે વખતના વડોદરા રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા હતાં.
ભારત દેશ ૧૫મી ઓગસ્ટ ૧૭૪૭ના દિવસે આઝાદ થયો હતો. ૧૯૪૬-૧૯૪૯ના વર્ષમાં વડોદરા રાજ્યમાં મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. માનસિંહભાઈ ચૌધરીને મુંબઈ વિધાનસભામાં કામ કરવાની તક મળી હતી. ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીમાં માણસા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતાં. તેમણે સૌથી મહત્વનું કામ ગુજરાત યુનિવર્સિટીના બિલ પસાર કરાવવામાં તેમણે રસ દાખવીને વિદ્યાધામ ઊભું કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, તે પછી ગુજરાત યુનિવર્સિટીનું સૌથી મહ¥વનું પદ ગણાતા સેનેટ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં.
દૂધ સાગર ડેરીની સ્થાપવાના પાછળ કારણ શું હતું ? ડેરીની સ્થાપના કેમ કરી તે વાત દૂધ સાગર ડેરીના ઉદઘાટનના અવસરે માનસિંહભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં તેના વિશે કરી હતી. તેમણે કહ્યું હતું ‘‘આ ડેરી પ્રવૃત્તિનો વિચાર કેવી રીતે ઉદભવ્યો તે જણાવતા મને આનંદ થશે. સને ૧૯૫૮માં ‘યુનિસેફ’ની એક ટુકડીએ મહેસાણા જિલ્લામાંથી કાચું દૂધ મળવાની શક્યતાઓની મોજણી કરી હતી. તે ટુકડીના સભ્યોએ તે સમયે મહેસાણા જિલ્લા વિકાસ બોર્ડના ઉપ-પ્રમુખ તરીકે મારી મુલાકાત લીધી હતી અને જિલ્લામાં દૂધ મળવાની શક્યતાઓ વિશે સમજ આપી હતી. સને ૧૯૫૯ના અરસામાં મહેસાણા જિલ્લાના મારા એક મિત્રની સાથે મેં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. આણંદની ‘અમૂલ’ ડેરીની મુલાકાત લીધી હતી. તે વખતે તે સંઘેની જુદા જુદા ગામોમાં આવેલી ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની પણ મુલાકાત લીધી હતી. અમૂલની અદ્રિતીય કામગીરી અંગેની પ્રશંસા પહેલાં સાંભળી હતી. પરંતુ તેની પ્રત્યક્ષ મુલાકાતથી અમારામાં રહેલી અભ્યાસ દ્રષ્ટિને વેગ મળ્યો. આ ડેરી યોજાનાના કાર્યથી હું ઘણો પ્રભાવિત થયો હતો અને તે વખતે જ મહેસાણા જિલ્લામાં પણ એક આવી યોજાના શરૂ કરવામાં આવે તો તે જરૂરી છે એવો મન સાથે