
મધ્યપ્રદેશમાં ટ્રક પલટતા આગ લાગી, છોટાઉદેપુરનો ચાલક બળીને ભડથું
વડોદરાઃ ગુજરાતથી પુટ્ટી ભરી જતી ટ્રક મધ્યપ્રદેશમાં પલટી મારી જતા આગ લાગી ગઈ હતી. જેથી છોટાઉદેપુરનો ટ્રક ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. સળગતા ટ્રકના લાઈવ વીડિયો સામે આવ્યા છે.
છોટાઉદેપુરનો મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટી ટ્રક ચાલકે છે. ગુજરાતથી પુટ્ટી ભરી મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો. દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કનવાડા પાસે ગત સાંજે પલટી મારી ગઈ હતી. ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી હતી. ત્યારબાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જેમાં ડ્રાઈવર મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટી બળીને ભડથું થઈ ગયો હતો.