ભાવનગર હાઇવે પર કોંગ્રેસના પૂર્વ MLA અને ઉદ્યોગપતિ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કારમાં આગ લાગી, 3 લોકોનો આબાદ બચાવ
રખેવાળન્યુઝ. ભાવનગર: રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધારના હલેન્ડા ગામ નજીક કોંગ્રેસના પૂર્વ MLA અને ઉદ્યોગપતિ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રેન્જ રોવર કારમાં આગ ફાટી નીકળી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કારમાં નહોતા. તેમનો ડ્રાઇવર કાર લઇને નીકળ્યો હતો. જોકે ડ્રાઇવર સહિત કારમાં બેઠેલા 3 લોકો સમયસર કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.
રેન્જ રોવર કારમાં આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. આ કાર આટકોટથી રાજકોટ તરફ જઇ રહી હતી ત્યારે કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ ઉપર દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કાર આગમાં ભસ્મીભૂત થઇ ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી.