ભાવનગરમાં એક જ દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ, 45 વર્ષીય મહિલાનું મોત

ગુજરાત
ગુજરાત

ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમાં 5 પોઝિટિવ કેસ પૈકી જેસરના મોટાખુંટવડાની 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આથી ગ્રામ્યમાં એકનું મોત નોંધાયું છે. અન્ય ચાર કેસ શહેરના છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ અને એકનું મોત સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 63 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે.
ભાવનગરમાં 26 માર્ચે વૃદ્ધનું કોરોના વાઇરસને કારણે મોત નીપજ્યું હતું. આજે જેસરના મોટાખુંટવડ ગામે 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્ય હતું. આથી કોરોના વાઇરસથી ભાવનગર જિલ્લામાં આ બીજું મોત છે. આ મહિલા સુરતથી આવી હતી અને તેના સંબંધીઓ દ્વારા ચેપ લાગ્યાનું જાણવા મળ્યું છે. આજે 30 માર્ચે વહેલી સવારે યુવતીનું મોત નીપજ્યું હતું. પાંચ પોઝિટિવ પૈકી એકનું મોત નીપજતા ગુજરાતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.