
ભાવનગરના ચિત્રા પ્રેસ ક્વાટર પાસે અકસ્માત નડ્યો હતો
સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતો. ત્યારે ચિત્રા પ્રેસ ક્વાટર રોડ પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇકમાં પાછળ બેસેલા માતા હિરલબેન (ઉ.વ.25) તથા પુત્ર દર્શન (10 માસ) ફંગોળાઇ જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ સારવાર દરમિયાન માતા-પુત્રના મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યાવાહી કરી અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.