બોર્ડની પરીક્ષા : દાહોદમાં છાત્રોના ઘડતર માટે ૨૪ કલાક ધમધમતી પ્રાથમિક શાળા, ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ સમુહમાં વાંચન કરે છે
દાહોદ: દાહોદ તાલુકાના રાજપુર ગામની પ્રાથમિક શાળા હાલ 24 કલાક ખુલ્લી રહે છે. તે પાછળનું કારણ એટલું જ છે કે દિવસે તેમાં 1થી 8ના છાત્રો અભ્યાસ કરે છે જ્યારે રાત્રે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અહીં વાંચન કરવા માટે આવે છે. પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ નિયમીત અને પદ્ધતિસરનું વાંચન કરે તેવા શુભ હેતુથી શાળામાં જ રાત્રી નિવાસી વાંચન વર્ગ શરૂ કર્યો છે. આ વાંચન વર્ગમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા 23 છાત્રો આવી રહ્યા છે. વાંચન પ્રવૃતિ કરતાં છાત્રો સાથે આચાર્ય પણ શાળામાં જ રાતવાસો કરી રહ્યા છે.આ સિલસિલો 21મી માર્ચ સુધી ચાલશે.એક સપ્તાહથી રાત્રે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં આવી સામુહિક વાંચન કરે છેદાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં ધોરણ8 પાસ કરીને હાલ ધોરણ 10 અને12માં અભ્યાસ કરતાં ગામના બાળકો બોર્ડની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે તેવા ઉમદા હેતુથી શાળાના આચાર્ય ઇશ્વરભાઇ એસ. પ્રજાપતિએ શાળામાં જ રાત્રે છાત્રોને વાંચવા બોલાવવા માટેનો નિર્ણય લીધો હતો. ધોરણ 10 અને12ના વિદ્યાર્થીઓને બોલાવીને પોતાનો આ વિચાર વ્યક્ત કરતાં છાત્રોને વાંચનમાં પડતી સમસ્યાઓ વર્ણવી હતી અને રાત્રી વાંચન માટે તૈયારી બતાવી હતી. આ શાળામાં આચાર્ય ઇશ્વરભાઇએ આ પ્રવૃતિને રાત્રી નિવાસી વાંચન વર્ગ નામ આપીને પ્રચાર કરતાં એક સાથે 23 વિદ્યાર્થીઓ આવતા થયા છે. છેલ્લા એક સપ્તાહથી રાત્રે આ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં આવીને સામુહિક રીતે વાંચન કરે છેવિદ્યાર્થીઓ શાળામાં જ રાત્રી રોકાણ કરે છેવાંચવા આવતા ધ્યાન શ્લોક અને ઓમકારથી વાંચનનો પ્રારંભ કરવામાં આવે છે. રાત્રે શાળામાં વાંચન કરવા આવતા વિદ્યાર્થીઓને પોતાની સાથે મોબાઇલ લાવવા ઉપર પ્રતિબંધ છે. તમામ વિદ્યાર્થી પોતાના મોબાઇલ ઘરે જ મુકીને આવે છે. સામૂહિક વાંચનને કારણે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તૈયારીનો તો પુરતો સમય મળી રહ્યો છે સાથેએક બીજા સાથે ચર્ચા કરીને તેઓ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ લાવી રહ્યા છે. રાત્રે વિદ્યાર્થીઓ શાળામાં જ રાત્રી રોકાણ કરે છે તેમની સાથે આચાર્ય ઇશ્વરભાઇ પણ રાત રોકાઇ રહ્યા છે. વહેલા ઉંઘી જતાં વિદ્યાર્થીઓ વહેલા પરોઢે જાગીને વાંચવામાં જોતરાઇ જાય છે. આ શાળા 21મી માર્ચ સુધી 24 કલાક ધમધમશે. આ આચાર્ય ઇશ્વરભાઇની આ પ્રવૃતિને જિલ્લા શિક્ષણાધિકારીએ પણ બિરદાવી છે.પરીક્ષામાં સફળ થાય એ જ મારો ઉદ્દેશગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મોબાઇલના વળગણ સાથે બીજી પણ ઘણી સમસ્યાઓ હોય છે. જેથી તેઓ વાંચનમાં મન પરોવી શકતા નથી. વાંચનની તક મળે અને પરીક્ષામાં સારૂ પરિણામ મેળવે તે માટે આ પ્રયોગ કર્યો છે. હું પણ રાત્રે તેમની સાથે જ રોકાઉ છું. >ઇશ્વરભાઇ પ્રજાપતિ, આચાર્યછોકરીઓને કારણોસર બોલાવાતી નથીરાજપુર ગામમાં કેટલીક છોકરીઓ પણ ધોરણ 10 અને12ની પરીક્ષા આપી રહી છે પરંતુ છોકરીઓને વિવિધ કારણોસર આ વર્ગમાં બોલાવવામાં આવતી નથી. જોકે, આ છોકરીઓને ઘરે જ રહીને કઇ રીતે વાંચન કરવું તેની ટીપ્સ જરૂરથી આપવામાં આવી રહી છે અને તેમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ લવાય છે.