
બનાસકાંઠા / થરાદમાં નર્મદા કેનાલમાં પતિ-પત્ની અને પુત્રએ એકસાથે લગાવી મોતની છલાંગ, પરિવારનો આપઘાત
પત્ની-પતિ અને પુત્રએ કરી આત્મહત્યા
બનાસકાંઠા
થરાદમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જેમાં થરાદ નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ મોતની છલાંગ લગાવી છે. પત્ની-પતિ અને પુત્રએ આત્મહત્યા કરી છે. જોકે આ પ્રકારે સહપરિવારે આત્મહત્યા કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપાયામૃતક પરિવાર વાવ તાલુકાનો હોવાનું જાણવા મળ્યુંરાજ્યમાં કેનાલમાં આત્મહત્યા કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ થરાદનો આ કિસ્સો હચમચાવી દેનારો છે. જેમાં એક વ્યક્તિએ નહીં પરંતુ સહપરિવારે મોતને વ્હાલુ કરી લીધું છે. થરાદ નર્મદા કેનાલમાં ત્રણેય લોકોએ મોતની છલાંગ લગાવી છે.
સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
ચાર મહિનામાં સામૂહિકા આપઘાતની દેશમાં ત્રીજી ઘટના સામે આવી છે