
બટાકાના ઉત્પાદનમાં ગુજરાત આજે પણ મોખરે : નરેન્દ્ર મોદી
અમદાવાદ : પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ ૧૯૯૯ અને વર્ષ ૨૦૦૮માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર આવે છે અને આગામી થોડાં દિવસોમાં ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોની માગ સાથે સંબંધિત મહ¥વપૂર્ણ પાસાં પર ચર્ચા કરે છે. આ સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફિલ્ડ ડે નાં દિવસે ૬,૦૦૦ ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ એ મહ¥વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં ૧૧ વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે ૧૭૦ ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માટે મુખ્યત્વે નીતિગત પહેલો અને નિર્ણયો જવાબદાર છે, જે રાજ્યને આ દિશામાં દોરી જાય છે.