પોપ્યુલેશન રિપોર્ટ : ગુજરાતની વસતીમાં ૭૦ લાખના વધારાનો અંદાજ, ૨૦૨૧માં વધીને ૬.૬૧ કરોડ પહોંચશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ વર્ષ 2021માં ગુજરાતની વસતી વધીને 6.61 કરોડ થઇ જશે. પોપ્યુલેશન પ્રોજેક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં 3.50 કરોડ પુરુષ જ્યારે 3.11 કરોડ મહિલાઓ હશે. જોકે 2011ની વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં 3.10 કરોડ પુરુષ અને 2.80 કરોડ મહિલાઓ હતી. 2011માં 5.90 કરોડ હતી જે 2021માં વધીને 6.61 કરોડ પહોંચી જવાનો અંદાજ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં વસતીમાં 70 લાખનો વધારો થઇ શકે છે. જ્યારે 2026માં ગુજરાતની વસ્તી 7 કરોડના આંકને વટાવી જશે તેવો અંદાજ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.2021માં 57 લાખથી વધુ 25થી 29 વર્ષના યુવાનો હશે2021માં ગુજરાતની કુલ વસતીના 57,16,000 25થી 29 વર્ષની વયના યુવાન હશે. જ્યારે 20થી 24 વર્ષના 55,76,000 યુવાનો હશે. જ્યારે 0થી 4 વર્ષની ઉમરના બાળકોની સંખ્યા 47,31,000 હશે. આ ઉપરાંત ગુજરાતમાં 2021માં 80 વર્ષથી વધુ વયના 8,39,000 વડીલો હશે. જેમાં 3,32,000 પુરુષો અને 5,07,000 મહિલાઓ હશે. જ્યારે 60થી 64 વર્ષની વયના 26,37,000 આધેડ હશે. જેમાં 13,42,000 પુરુષો અને 12,95,000 મહિલાઓ હશે.5થી 18 વર્ષની વયના કુલ 1,45,29,000 બાળકો અને કિશોરો હશે2021ના વર્ષમાં ગુજરાતમાં બાળકો અને કિશોરોની સંખ્યા જોવામાં આવે તો 5થી 18 વર્ષની વયના કુલ 1,45,29,000 જેમાં 79,65,000 કિશોર જ્યારે 65,64,000 કિશોરીઓ હશે. 5થી 18 વર્ષની વયના બાળકોની સંખ્યા પૈકી 5 વર્ષની વયના કુલ 9,87,000 બાળકો જ્યારે 18 વર્ષની વયના 10,86,000 યુવાનો હશે.2021થી 2025માં ગુજરાતનો વસતી વધારા દરમાં ઘટાડાનો અંદાજ2021થી 2025ના વર્ષમાં ગુજરાતની પ્રજાને મૃત્યુની વયમર્યાદા આશરે પુરુષો માટે 71.9 વર્ષ અને મહિલાઓ માટે 74.9 વર્ષ આંકવામાં આવી છે. રાજ્યનો વસતી વધારાનો દર 2001થી 2005માં 1.6 ટકા હતો. 2006થી 2010માં 1.4 ટકા અને 2011થી 2015માં 1.3 ટકા જ્યારે 2016થી 2020માં 1.0 ટકા અને આગામી 2021થી 2025માં ગુજરાતનો વસતી વધારા દર ઘટીને 0.9 ટકા થવાનો અંદાજ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.