પાટણ અને બનાસકાંઠામાં ૮૭.૨ કરોડ વસુલવા ખાણ ખનીજે નોટીસ ફટકારી

ગુજરાત
ગુજરાત

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ગાંધીનગર હસ્તકની ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યભરમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનાર સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૧૪ કરોડથી વધુ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારાઇ છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં ૧૯ સ્ટોક હોલ્ડર્સને રૂ.૬૮.૧૮ કરોડ, બનાસકાંઠા જિલ્લામાં ૧૧ સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૫.૫૯ કરોડ અને ગાંધીનગર જિલ્લામાં ૩૪ સ્ટોક હોલ્ડર્સને રૂ.૩.૪૩ કરોડથી વધુ રકમની દંડની નોટિસો ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.
 
ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૩૦ સ્ટોક હોલ્ડર્સને ૮૩.૭૭ કરોડની રકમના દંડની નોટીસ ફટકારવામાં આવી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અપીલ અને ફલાઈંગ સ્કવોર્ડના અધિક નિયામકે જણાવ્યું હતુ કે, ટીમો દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટબર-૨૦૧૯ એમ બે માસમાં રાજ્યભરમાં વિવિધ ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ જેટલા સ્ટોક ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. બે માસમાં આ ટીમો દ્વારા ઉત્તર ઝોનનાં ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાં મળીને ૧૧૬ સ્ટોક ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પાટણ અને બનાસકાંઠાના ૩૦ સ્ટોક હોલ્ડર્સને નોટીસ ફટકારવામાં આવી છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમાં ખનીજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ બાબતે કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ગાંધીનગર હસ્તકની ફલાઇંગ સ્કવોર્ડ તેમજ જીલ્લા કચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે અવારનવાર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. દરોડા બાદ કરવામાં આવેલી તપાસ દરમિયાન જુદા જુદા સ્ટોકમાં સ્ટોક હોલ્ડર્સ દ્વારા રોયલ્ટી પાસ કરતાં વધુ અથવા ઓછો જથ્થો હોવો, રોયલ્ટી પાસમાં તાલુકા/જિલ્લાના સ્થળમાં ફેરફાર હોવા સહિતની અનિયમિતતાઓ જોવા મળી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનાં બિનઅધિકૃત સંગ્રહ બદલ ૩૩૫ સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૧૪૫૦.૩૮ લાખ (રૂ.૧૧૪.૫૦ કરોડથી વધુ) રકમની દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.