પર્વ : વ્રજના મંદિરોમાં વસંત પંચમીથી હોળીની શરૂઆત થાય છે, આજથી ‘લાડુ ફેક’ અને ‘લઠમાર’ હોળીની શરૂઆત થશે

ગુજરાત
ગુજરાત

ધર્મ દર્શન ડેસ્કઃ વ્રજમાં વસંત પંચમથી જ બધા મંદિરોમાં અને ગામમાં હોળી મહોત્સવની શરૂઆત થાય છે. આ ઉત્સવ ૪૦ દિવસ સુધી ચાલે છે. ખાસ કરીને હોળી મહોત્સવ ફાગણ સુદ આઠમ એટલે આજથી લાડુ ફેક હોળીથી શરૂ થાય છે. હોળીના તહેવારને ગોકુળ, વૃંદાવન અને મથુરામાં ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. અહીં સૌથી પહેલાં લાડવા, ફૂલ અને છડી દ્વારા હોળી ઉજવવામાં આવે છે. ત્યાર બાદ રંગો દ્વારા હોળી રમવામાં આવે છે. બરસાના અને નંદગામમાં લઠમાર હોળીનું આયોજન થાય છે. વ્રજના હોળી કાર્યક્રમમાં સામેલ થવા માટે દેશ અને દુનિયાભરથી શ્રદ્ધાળુઓ આવે છે.૪૦ દિવસ પહેલાં હોળીના ગીત શરૂ થઇ જાય છેઃ-બાંકે બિહારી મંદિરમાં પરંપરા પ્રમાણે વસંત પંચમીથી ગુલાલની હોળી શરૂ થઇ જાય છે. ૪૦ દિવસ પહેલાં શરૂ થતાં આ ઉત્સવ દરમિયાન બાંકે બિહારી મંદિરમાં પરંપરા પ્રમાણે સવાર-સાંજ હોળીના ગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મંદિરના પૂજારી ભગવાનને દરરોજ ગુલાલ લગાવ્યાં બાદ ભક્તો ઉપર પ્રસાદ સ્વરૂપે ગુલાલ ઉડાડે છે. જેના માટે માત્ર પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ થાય છે. જેને ફૂલની મદદથી તૈયાર કરવામાં આવે છે.આજે બરસાનામાં લાડવાથી હોળી રમાશેઃ-લાડવાથી હોળીની શરૂઆત લાડલી મંદિરથી થાય છે. દેશ-વિદેશથી આવેલાં રાધા-કૃષ્ણ ભક્ત એકબીજા ઉપર લાડવા અને અબીર-ગુલાલ ઉડાડે છે. લાડવાની હોળી રમવાની પરંપરા શ્રીકૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને નંદ ગામના સખાઓએ બરસાનામાં હોળી રમવાનું આમંત્રણ સ્વીકાર કરી લીધું હતું, ત્યારે તેના હર્ષ-ઉલ્લાસમાં લાડવાથી હોળી રમવામાં આવી હતી. આ જ પરંપરા આજે પણ ચાલી રહી છે. આ પરંપરા હેઠળ ભક્ત પહેલાં રાધા રાણી મંદિરના પૂજારીઓ ઉપર લાડવા ફેંકે છે અને ત્યાર બાદ પોતાની સાથે લાવેલાં લાડવાને એકબીજા ઉપર ફેંકે છે. તેઓ નાચતા-ગાતા ગુલાલ ઉડાડે છે.બરસાના અને વૃંદાવનમાં ૪ અને ૫ માર્ચે લઠ્ઠમાર હોળીઃ-બરસાનામાં ૪ માર્ચે અને નંદગામમાં ૫ માર્ચે લઠમાર હોળી રમવામાં આવશે. નંદગામથી સખાઓ બરસાના આવે છે અને બરસાનાની ગોપીઓ તેમને લાઠીઓ મારે છે. બરસાના સિવાય મથુરા, વૃંદાવન, નંદગામમાં લઠમાર હોળી રમવામાં આવે છે. બરસાનાની ગોપીઓ એટલે મહિલાઓ સખાઓને પ્રેમથી લાઠીઓથી પીટે છે અને સખાઓ તેમનાથી બચવાની કોશિશ કરે છે. આ દરમિયાન ગુલાલ-અબીર પણ ઉડાડવામાં આવે છે. બીજા દિવસે બરસાનાના લોકો વૃંદાવનની મહિલાઓ સાથે હોળી રમવા જાય છે. આ પ્રકારની હોળી બરસાના અને વૃંદાવનના મંદિરોમાં રમવામાં આવે છે. આ હોળીની ખાસિયત પ્રમાણે અન્ય ગામમાંથી આવેલાં લોકો ઉપર જ લાઠીઓ વરસાવે છે. પોતાના ગામના લોકો ઉપર લાઠીઓ મારવામાં આવતી નથી.૬ માર્ચે વૃંદાવનમાં ફૂલની હોળી રમાશેઃ-બાંકે બિહારી મંદિરમાં રંગભરની એકાદશીએ ફૂલની હોળી રમવામાં આવે છે. જે માત્ર ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચાલે છે. આ હોળીમાં બાંકે બિહારી મંદિરના કપાટ ખુલતાં જ પૂજારી ભક્તો ઉપર ફૂલોની વર્ષા કરે છે. આ હોળી માટે કોલકાતા અને અન્ય જગ્યાએથી ફૂલ મંગાવવામાં આવે છે. ભગવાન બાંકે બિહારી જે રંગથી હોળી રમે છે તેમના માટે એક ક્વિન્ટલ(૧૦૦ કિલો)થી વધારે સૂકાયેલાં ફૂલોથી રંગ તૈયાર કરવામાં આવે છે. સૌથી પહેલાં ભગવાન ઉપર રંગનો શ્રૃંગાર થાય છે. ત્યાર બાદ ભક્તો ઉપર ગલગોટા, ગુલાબ, રાતરાણી જેવા સુગંધિત ફૂલોની પાંખડીઓ અને રંગ વરસાવવામાં આવે છે.૭ માર્ચે ગોકુળમાં છડીમાર હોળી રમાશેઃ-ગોકુળ બાલકૃષ્ણની નગરી છે. અહીં તેમના બાળસ્વરૂપને વધારે મહ¥વ આપવામાં આવે છે. શ્રીકૃષ્ણના બાળપણની લીલાઓને યાદ કરીને ગોકુળમાં છડીમાર હોળી રમવામાં આવે છે. અહીં ફાગણ સુદ બારસે પ્રસિદ્ધ છડીમાર હોળી રમવામાં આવે છે. જેમાં ગોપીઓના હાથમાં લઠ્ઠ નહીં, પરંતુ છડી હોય છે અને હોળી રમવા આવેલાં કાનુડાઓ ઉપર ગોપીઓ છડી વરસાવે છે. માન્યતા પ્રમાણે બાળકૃષ્ણને લાઠીથી ઈજા પહોંચે નહીં, તેના માટે છડીથી હોળી રમવાની પરંપરા છે.ગોકુળમાં હોળી બારસથી શરૂ થઇને ધૂળેટી સુધી ચાલે છે. કૃષ્ણ-બલરામે અહીં ગોવાળિયાઓ અને ગોપીઓ સાથે હોળી રમી હતી. આ દરમિયાન કૃષ્ણ ભગવાન માત્ર એક દિવસ એટલે બારસના દિવસે જ બહાર આવીને હોળી રમતાં હતાં. ગોકુળમાં અન્ય દિવસોમાં હોળી મંદિરમાં જ રમવામાં આવે છે.૮ થી ૧૦ માર્ચ સુધી રંગોથી હોળી રમાશેઃ-૮ માર્ચ એટલે ચૌદશથી ૩ દિવસ સુધી રંગોથી હોળી રમાશે. રંગોનો આ ઉત્સવ મંદિરોમાં પણ ઉજવવામાં આવે છે. તેમાં સૂકાયેલાં ફૂલોના રંગ સાથે અબીર, ગુલાલ અને અન્ય રંગ પણ ઉડાડવામાં આવે છે. વ્રજના ફાલેન ગામમાં હોળિકા દહનમાં પુરોહિત વસ્ત્ર ધારણ કર્યા વિના ઉઘાડા પગે હોળિકાની વચ્ચેથી પસાર થાય છે. આ પ્રકારે વ્રજની હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.