
પર્વ : આજે ૩ રાજયોગમાં હોલિકા દહન થશે, ગ્રહ-નક્ષત્રોની સ્થિતિમાં સમૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત
ધર્મ દર્શન ડેસ્કઃ રંગોનો તહેવાર હોળી આ વર્ષે મંગળવારે 10 માર્ચે ઉજવાશે. તેનાથી એક દિવસ પહેલાં 9 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ વર્ષે હોલિકા દહન દિવસે ભદ્રા દોષ બાધક બનશે નહીં. આ દિવસે પૂનમ તિથિ રાતે લગભગ 11 વાગ્યા સુધી હોવાથી પ્રદોષ કાળમાં હોલિકા દહન થઇ શકશે. ત્યાં જ, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને અન્ય ગ્રહોની સ્થિતિથી હર્ષ, શંખ અને હંસ નામના 3 રાજયોગ પણ બની રહ્યા છે. જેમાં હોલિકા દહન હોવાથી માન-સન્માન, પારિવારિક સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. શુભ યોગમાં હોલિકા દહન થવું દેશ માટે શુભ અને સમૃદ્ધિદાયકરહેશે.રાજયોગમાં હોલિકા દહનનું શુભફળ મળશેઃ-હોલિકા દહન દિવસે બુધ અને ચંદ્રથી શંખ યોગ બની રહ્યો છે. આ રાજયોગના પ્રભાવથી દેશની પ્રતિષ્ઠા વધશે. દેશની પ્રગતિ અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર થવાની સંભાવના છે. ત્યાં જ, શનિના પ્રભાવથી હર્ષ નામનો રાજયોગ બની રહ્યો છે. તેના પ્રભાવથી દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. દુશ્મનો ઉપર વિજય મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તાકાતવર દેશમાં ભારતની ગણતરી થશે. ત્યાં જ, સ્વરાશિમાં સ્થિત બૃહસ્પતિથી હંસ યોગ બની રહ્યો છે. જેના લીધે ધાર્મિક ભેદભાવની સ્થિતિ દૂર થશે.ગ્રહ-નક્ષત્રથી શુભ યોગ બની રહ્યા છેઃ-આ વર્ષે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં હોળી ઉજવાશે. આ નક્ષત્રનો સ્વામી શુક્ર સુખ-સુવિધા અને સમૃદ્ધિનો કારક છે. આ ગ્રહ ઉત્સવ, હર્ષ, આમોદ-પ્રમોદ અને ઐશ્વર્યનો પણ કારક છે. તેનાથી વર્ષભર શુક્રની કૃપા મળશે.આજે સોમવાર અને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોવાથી ધ્વજ યોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે ધ્વજ યોગથી યશ-કીર્તિ અને વિજય મળે છે. ત્યાં જ, સોમવારને ચંદ્રનો દિવસ માનવામાં આવે છે. એટલે પૂર્ણિમા તિથિ હોવાથી આજે ચંદ્રનો પ્રભાવ વધારે રહેશે. તેની સાથે જ, સ્વરાશિમાં સ્થિત બૃહસ્પતિની દ્રષ્ટિ ચંદ્ર ઉપર હોવાથી ગજકેસરી યોગનો પ્રભાવ રહેશે.આજે સૂર્ય અને બુધ એક જ રાશિમાં થઇને બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે. ગુરૂ અને શનિ પણ પોત-પોતાની રાશિમાં છે. તિથિ-નક્ષત્ર અને ગ્રહોની આ વિશેષ સ્થિતિમાં હોલિકા દહને રોગ, શોક અને દોષનો નાશ તો થશે જ. સાથે જ, દુશ્મનો ઉપર વિજય મળશે. ધૂળેટીએ ત્રિપુષ્કર યોગ બનશે.હોળીની પૂજા કઇ રીતે કરવી અને ક્યારે કરવીઃ-હોળીની પૂજા પહેલાં ભગવાન નરસિંહ અને પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ અગ્નિ સ્થાપના કરવામાં આવે છે એટલે કે, હોળી પ્રગટાવવામાં આવે છે. તે અગ્નિમાં પોત-પોતાના ઘરમાંથી હોલિકા સ્વરૂપે છાણા, લાકડા અથવા કોઇપણ લાકડાનો બનેલો જૂનો સામાન પ્રગટાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે જો, ઘરમાં કોઇ નેગેટિવિટીનો પ્રવેશ થઇ ગયો હશે તો તે આ અગ્નિમાં બળી જશે.પૂજાનું મહત્ત્વઃ-ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે. હોલિકા દહન માટે લગભગ એક મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. કાંટાદાર ઝાડીઓ અથવા લાકડાઓને એકઠાં કરવામાં આવે છે, પછી હોળીના દિવસે શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહનમાં જવ અને ઘઉંના છોડ હોમવામાં આવે છે. શરીરમાં ઉબટન લગાવીને તેના અંશ પણ હોમવામાં આવે છે. આવું કરવાથી જીવનમાં આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ આવે છે.ભદ્રાકાળમાં હોલિકા દહન અને પૂજા થતી નથીઃ-હોળીની પૂજા પ્રદોષકાળ એટલે સાંજે કરવાનું વિધાન છે. હોલિકા દહન પૂર્ણિમા તિથિએ હોવાથી આ પર્વ ઉપર ભદ્રાકાળનો વિચાર કરવામાં આવે છે. ભદ્રાકાળમાં પૂજા અને હોલિકા દહન કરવાથી રોગ, શોક, દોષ અને વિપત્તિ આવે છે. આ વર્ષે ભદ્રા કાળ બપોરે લગભગ 1:38 સુધી રહેશે. એટલાં માટે સાંજે હોલિકા પૂજન અને દહન કરી શકાય છે.