
પર્યાવરણ જાળવણી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસ ડેરી અમુલ ગ્રીન એવોર્ડથી સન્માનિત
રખેવાળ ન્યુઝ ડીસા
પર્યાવરણની જાળવણી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસડેરીને આજે અમુલ ગ્રીન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF) દ્વારા પર્યાવરણ જાળવણી ક્ષેત્રે ઉત્તમ કામ કરીને આ વર્ષે ૧૯.૮૬લાખ વૃક્ષોનું વાવેતર કરતાં બનાસ ડેરી ને અમુલ ગ્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો.GCMMFના એમ.ડી. એસ.સોઢીએ આજે આણંદ ખાતે બનાસડેરીના ઇ.એમ.ડી. કામરાજભાઇ ચૌધરીને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.ચેરમેન શંકરભાઈ ચૌધરીએઆ એવોર્ડ જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓને અર્પણ કરતા જણાવ્યું કે જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ, સામાજિક સંગઠનો, વન વિભાગ, જાહેર ટ્રસ્ટો, પર્યાવરણપ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કામમાં મદદરૂપ થઈને જિલ્લામાં કુલ ૬૭લાખ વૃક્ષોનું વાવેતર કરીને જિલ્લાને “હરિયાળો બનાસકાંઠા” બનાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવતા દસ વર્ષમાં ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો લક્ષ્યાંક બનાસડેરી ધરાવે છે.પર્યાવરણ જાળવણી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસ ડેરી અમુલ ગ્રીન એવોર્ડથી સન્માનિતપર્યાવરણની જાળવણી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસડેરીને આજે અમુલ ગ્રીન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF) દ્વારા પર્યાવરણ જાળવણી ક્ષેત્રે ઉત્તમ કામ કરીને આ વર્ષે ૧૯.૮૬લાખ વૃક્ષોનું વાવેતર કરતાં બનાસ ડેરી ને અમુલ ગ્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો.GCMMFના એમ.ડી.આર.એસ.સોઢીએ આજે આણંદ ખાતે બનાસડેરીના ઇ.એમ.ડી. કામરાજભાઇ ચૌધરીને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.ચેરમેન શંકરભાઈ ચૌધરીએઆ એવોર્ડ જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓને અર્પણ કરતા જણાવ્યું કે જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ, સામાજિક સંગઠનો, વન વિભાગ, જાહેર ટ્રસ્ટો, પર્યાવરણપ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કામમાં મદદરૂપ થઈને જિલ્લામાં કુલ ૬૭લાખ વૃક્ષોનું વાવેતર કરીને જિલ્લાને “હરિયાળો બનાસકાંઠા” બનાવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવતા દસ વર્ષમાં ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો લક્ષ્યાંક બનાસડેરી ધરાવે છે.