પંચમહાલમાં પરિવારજનો સંબંધ નહીં સ્વીકારેતા પ્રેમી-પંખીડાઓ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી

ગુજરાત
ગુજરાત

 પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ પર ગળે ફાંસો ખાઇને પ્રેમી-પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતિના હતા. યુવક વિધુર હતો અને યુવતીના છૂટાછેડા થયેલા હતા. પરિવાર અને સમાજ તેમનો આ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરના કારણે અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
 
ઘટનાની જાણ થતાં જ બંનેના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા અને શહેરા પોલીસ પણ પહોંચી ગઇ હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોધરા ખાતે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.