નમસ્તે ટ્રમ્પ : જુઓ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનો અંદરનો નજારો

JDYCX0Jkk9k
ગુજરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમ ખાતેના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં માત્ર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે.નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ફક્ત સવા લાખ આમંત્રિતોને જ સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે.કાર્યક્રમને લઈ DCP વિજય પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ૨૫ ips, ૨૦૦ pi, ૮૦૦ psi, ૧૦૦૦૦ પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત ૨૪ ફેબ્રુઆરીએ રહેશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે જ મોટેરા સ્ટેડિયમ પાસે ૧.૫ કિલોમીટર વિસ્તારમાં ૨૮ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈને જવા નહિ દેવાય.
 
પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યારમાં એક મોટા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો બાદ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપ્યા છે તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસના કાફલાની સાથે દ્ગજખ્તની પણ ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.