
નમસ્તે ટ્રમ્પ : ગાંધી આશ્રમમાં મોદી ટ્રમ્પ-મેલેનિયાના ગાઈડ બન્યા
સાબરમતી આશ્રમમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. તો વડાપ્રધાન મોદીએ પોતે ટ્રમ્પને સાબરમતી આશ્રમની જાણકારી આપી હતી. એકરીતે પીએમ મોદી આશ્રમમાં ટ્રમ્પના ટૂર ગાઈડ બન્યા હતા. ટ્રમ્પ અને મોદીએ ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ આશ્રમનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા કરવામાં આવી રહી છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે.