નમસ્તે ટ્રમ્પઃઅમેરિકાના રાષ્ટ્રપતિની ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે તથી તૈયારીનો ધમધમાટ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે રોડ શો અને અભિવાદન સમારંભ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ગાંધી આશ્રમ જશે કે નહીં તે અંગે નિર્ણય વ્હાઇટ હાઉસ કરશે.
આ મુલાકાતના વિદેશમંત્રાલયે જાહેર કરેલા કાર્યક્રમમાં ગાંધીઆશ્રમની મુલાકાતનો કોઈ ઉલ્લેખ ભલે ન હોય, પરંતુ રાજ્યસરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીઆશ્રમમાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં સ્ટેજ બનાવવાથી લઈ ફ્લેગ લગાવવા સુધીની કામગીરી ચાલી રહી છે. જો કે પહેલા જે રીતે ઝડપથી અને કેટલીક જગ્યા પર તૈયારીઓ કરવામાં આવી રહી હતી, તેના કરતા ઓછી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ ગાંધીઆશ્રમમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આશ્રમમાં આવનાર તમામ લોકોનું સઘન ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારીઓ જોતા સંભવત છેલ્લી ઘડીએ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લે તેવી પુરી શક્યતા લાગી રહી છે.
આ ઉપરાંત પોલીસે પણ ટ્રમ્પ અને મોદીના રોડ શોનું ગાંધીઆશ્રમ સુધી રિહર્સલ કર્યું હતું. ગાંધીઆશ્રમ અને રૂટ પર જ IPS અધિકારીઓથી લઈ 500 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. પોલીસ દ્વારા આજથી જ સુભાષબ્રિજથી આશ્રમ સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે પોલીસ બેડામાં પણ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે કે કેમ તેને લઈને ચર્ચા ચાલી રહી છે.નમસ્તે ટ્રમ્પ:અમેરિકાના રાષ્ટ્રપતિની ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે તથી તૈયારીનો ધમધમાટ
અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. જેને લઇને એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધી આશ્રમની મુલાકાત ટ્રમ્પ લેવાના છે કે નહીં તેની હજી સુધી કોઇ પૃષ્ટિ થઇ નથી પરંતુ સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ગાંધી આશ્રમમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આશ્રમમાં જે-જે સ્થળ ટ્રમ્પને દર્શાવવામાં આવી રહ્યાં છે ત્યાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે રોડ શો અને અભિવાદન સમારંભ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ગાંધી આશ્રમ જશે કે નહીં તે અંગે નિર્ણય વ્હાઇટ હાઉસ કરશે.
આ મુલાકાતના વિદેશમંત્રાલયે જાહેર કરેલા કાર્યક્રમમાં ગાંધીઆશ્રમની મુલાકાતનો કોઈ ઉલ્લેખ ભલે ન હોય, પરંતુ રાજ્યસરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીઆશ્રમમાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં સ્ટેજ બનાવવાથી લઈ ફ્લેગ લગાવવા સુધીની કામગીરી ચાલી રહી છે. જો કે પહેલા જે રીતે ઝડપથી અને કેટલીક જગ્યા પર તૈયારીઓ કરવામાં આવી રહી હતી, તેના કરતા ઓછી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ ગાંધીઆશ્રમમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આશ્રમમાં આવનાર તમામ લોકોનું સઘન ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારીઓ જોતા સંભવત છેલ્લી ઘડીએ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લે તેવી પુરી શક્યતા લાગી રહી છે.
આ ઉપરાંત પોલીસે પણ ટ્રમ્પ અને મોદીના રોડ શોનું ગાંધીઆશ્રમ સુધી રિહર્સલ કર્યું હતું. ગાંધીઆશ્રમ અને રૂટ પર જ IPS અધિકારીઓથી લઈ 500 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. પોલીસ દ્વારા આજથી જ સુભાષબ્રિજથી આશ્રમ સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે પોલીસ બેડામાં પણ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે કે કેમ તેને લઈને ચર્ચા ચાલી રહી છે.