
નડિયાદમાં સાવકી માએ દિકરીનું નામ કાઢી જમીન બારોબાર વેચી મારી
નડિયાદઃ મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ ગામે પરિણીત દિકરીનું નામ કાઢીને સાવકી માએ બારોબાર જમીન વેચી દીધી હતી. આ અંગે મહેમદાવાદ પોલીસે જમીન ખરીદનાર સહિત સાત વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઇસનપુર ખાતે રહેતા નીતાબહેન ચૌહાણનું પિયર મહેમદાવાદના કાચ્છઇ ગામે આવેલું છે. જ્યાં તેમના પિતાની જમીન આવેલી છે. પિતાના મૃત્યુ બાદ સાવકી માતા અને ભાઇઓએ તેમની જાણ બહાર નામ કાઢીને જમીન વેચી દીધી હતી