ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા ૧૫થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા માટેની હોલટિકિટ ૯ ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકશે. બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું પરિરૂપ જાહેર કર્યું છે જે પ્રમાણે ૨૦૨૦ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.
રસાયણ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા બે ભાગમાં લેવાશે, જેમાં પહેલાં ભાગની પરીક્ષા વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને આપી શકશે. જ્યારે બીજા ભાગ માટે વિદ્યાર્થીઓ પુસ્તક પોતાની પાસે રાખી શકશે નહીં. આ સાથે જ રસાયણ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષાના પહેલા ભાગમાં વિદ્યાર્થીઓ પુસ્તક સિવાય, જ્યારે બીજા ભાગમાં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખી શકશે.
જ્યારે પ્રશ્ન- ૫માં પ્રયોગને લગતા મૌખિક પશ્નો રહેશે. પ્રશ્ન- ૬ પ્રયોગ નોંધપોથી પરથી માર્કિંગ થશે. ભૌતિક વિજ્ઞાનમાં બે પ્રયોગ માટે ૨૦ ગુણ અને મૌખિક પ્રશ્નોના ૬ ગુણ અને સર્ટિફાઇડ જર્નલના ૪ ગુણ રહેશે. જીવ વિજ્ઞાનના પ્રેક્ટિકલ પરીક્ષા પણ નિયમ પ્રમાણે જ આયોજિત કરાશે. બોર્ડે વિષય પ્રમાણેના ગુણ વગેરે બાબતોની માહિતી પોતાની વેબસાઇટ પર જાહેર કરી છે.