ધો.૧૦-૧૨ની હોલ ટિકિટ મળશે ઓનલાઈન, નિરિક્ષકોએ ઝ્રઝ્ર્‌ફ કેમેરા સામે બતાવવા પડશે સીલબંધ કવર

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ૫ માર્ચ ૨૦૨૦થી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે. તો ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. જ્યારે સ્કૂલ કેન્દ્રો અને પરીક્ષાનું પેપર ફૂટી ન જાય તે માટે બોર્ડ દ્વારા નિરિક્ષકો માટે કડક નિયમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.
 
રાજ્યમાં ૫ માર્ચ ૨૦૨૦થી બોર્ડની પરીક્ષા લેવાશે. રાજ્યમાં ધોરણ ૧૦માં ૧૧ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે ધો. ૧૦માંસ્ઇ પધ્ધતિ નહીં પણ ૮૦ માર્કનું પ્રશ્નપત્ર આવશે. તો ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને હોલટિકિટ ઓનલાઈન મળશે. જેને કારણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ માટે સ્કૂલનાં ધક્કા ખાવા નહીં પડે. ઘરે બેઠાં જ તમે ઓનલાઈન હોલ ટિકિટ મેળવી શકશો.
 
તો આ વખતે ધોરણ-૧૦ના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો વધારવામાં આવશે. તેમજ તમામ ઝોનલ ઓફિસરનો પણ તાલીમ આપવામાં આવશે. ભુતકાળનાં બનાવોને લઇ ઝોનલ ઓફિસરથી પરીક્ષા કેંદ્ર સુધી પેપર જાય એનો ફોટો મોકલવાનો રહેશે અને સાથે ફોટો ડાઉનલોડ કરવાનો રહેશે. વર્ગખંડના નિરિક્ષકોએ પણ સીસીટીવી કેમેરા સામે સીલ બંધ કવર છે એ બતાવવાનું રહેશે અને બે વિદ્યાર્થીઓની સહીં કરાવવી પડશે. સીસીટીવી કેમેરા હોય તેવા તમામ વર્ગખંડ રાખવામાં આવ્યા છે. ૧૫-૨૦ બિલ્ડીંગો પર ગત વર્ષે થયેલ ગેરરીતિ ધ્યાને થઈ હોવાથી આ વખતે ત્યાં પરીક્ષા લેવામાં આવશે નહીં

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.