
ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરાયો, હવે એક અઠવાડિયું વહેલી લેવાશે
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની તમામ સ્કૂલોમાં એક સમાન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
હવેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અમલી બનતા રાજ્ય શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
નવી શિક્ષણનીતિ અમલી બનતા ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ઘોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૧ એપ્રિલથી ૧૧ એપ્રિલ સુધીમાં લેવી પડશે.
તમને જણાવી દઈએ કે, અગાઉ ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૭થી ૧૮ એપ્રિલ સુધીમાં લેવાની હતી. પરંતુ નવી શિક્ષણનીતિ અમલી બનતા એક અઠવાડિયું પરીક્ષા વહેલી લેવાશે.