
દેશમાં ૩૮ પોઝિટિવ કેસ સાથે અમદાવાદ સૌથી વધુ કેસો ધરાવતા જિલ્લામાં ૯માં ક્રમે
અમદાવાદ
હાલ જ્યારે દેશમાં કોરોનાવાઈરસે કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદ દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લાઓમાં ૯માં ક્રમે છે. જ્યારે મુંબઈ, કાસરગોડ અને પુના અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૧૯૮ પોઝિટિવ કેસ છે. જ્યારે કાસરગોડ અને પુનામાં ૧૨૯ અને ૬૩ પોઝિટિવ કેસ છે. બીજી તરફ આજે એકલા રાજસ્થાનમાં જ ૫૩ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૨૬ કેસ કોલકાતામાં પ્રકાશમાં આવ્યા છે. ઉતરાખંડના દેહરાદૂનમાં સૌથી વધુ ૫ કેસ પ્રકાશમાં આવ્યા છે. ઉતરપ્રદેશની વાત કરીએ તો સૌથી વધુ ૩૪ કેસ ગૌતમ બુદ્ધાનગરમાં પ્રકાશમાં આવ્યા છે. તેલંગાણામાં સૌથી વધુ ૩૩ કેસ હૈદરાબાદમાં પ્રકાશમાં આવ્યા છે. તામિલનાડુમાં સૌથી વધુ ૪૯ કેસ ચેન્નાઈમાં પ્રકાશમાં આવ્યા છે. રાજસ્થાનમાં સૌથી વધુ ૪૯ કેસ જયપુરમાં પ્રકાશમાં આવ્યા છે. પંજાબમાં સૌથી વધુ ૧૯ કેસ શહિદ ભગત સિંહ નગરમાં પ્રકાશમાં આવ્યા છે. પોન્ડીચેરીમાં ૪ કેસ પ્રકાશમાં આવ્યા છે. ઓરિસ્સાના ખોરધામાં સૌથી વધુ ૪ કેસ પ્રકાશમાં આવ્યા છે. મિઝોરમના આઝીવલમાં ૧ કેસ પ્રકાશમાં આવ્યો છે. મણિપુરના ઈમ્ફાલમાં એક કેસ પ્રકાશમાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સૌથી વધુ ૧૯૮ કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે પુનામાં ૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. લદ્દાખના લેહમાં ૧૧ કેસ પ્રકાશમાં આવ્યા છે. કેરળના કાસરગોડમાં ૧૨૯ પ્રકાશમાં આવ્યા છે. કર્ણાટકના બેંગલુરુમાં કુલ ૪૭ કેસ પ્રકાશમાં આવ્યા છે. ઝાંરખંડના રાંચીમાં ૧ કેસ પ્રકાશમાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ૧૭ કેસ પ્રકાશમાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના ઉના અને કનગારામા અનુક્રમે ૩-૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. હરિયાણાના ગુરુગ્રામમાં કુલ ૨૯ કેસ પ્રકાશમાં આવ્યા છે. ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ ૩૮ કેસ પ્રકાશમાં આવ્યા છે. દિલ્હીમાં સૌથી વધુ કેસ સાઉથ દિલ્હીમાં પ્રકાશમાં આવ્યા છે. છત્તીસગઢના રાયપુરમાં સૌથી વધુ ૫ કેસ પ્રકાશમાં આવ્યા છે. ચંદીગઢમાં ૧૬ કેસ પ્રકાશમાં આવ્યા છે. બિહારમાં સૌથી વધુ કેસ શિવાનમાં પ્રકાશમાં આવ્યા છે. આસામના જોરહટમાં ૮ કેસ પ્રકાશમાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશમાં ૧ કેસ પ્રકાશમાં આવ્યો છે. આંધ્રપ્રદેશના રૂજીઇ જિલ્લામાં સૌથી વધુ ૧૬ કેસ પ્રકાશમાં આવ્યા છે. અંદમાન અને નિકોબારમાં સૌથી વધુ ૫ કેસ સાઉથ અંદમાનમાં પ્રકાશમાં આવ્યા છે.