
દીક્ષા દાનેશ્વરી આચાર્યશ્રી ગુણરત્નસુરિજીએ ઈતિહાસ રચ્યો
રખેવાળ ન્યુઝ સુરત : મુમુક્ષુ નિધાનકુમાર બન્યા મુનિરાજ શ્રી નિજાનંદરત્ન વિજયજી મ.સા.! દીક્ષા દાનેશ્વરી આ. શ્રી ગુણરત્ન સુરીજીએ દીક્ષાની સાડા ચાર સદીપૂર્ણ કરી ઈતિહાસ રચ્યો. મુ. નિધાન રંગમંડપમાં પ્રવેશ કરતા આનંદનું વાતાવરણ છવાઈ ગયુ પછી જેમ યોધ્ધા યુધ્ધમાં વિજય મેળવવા માટે વિજય તિલક કરાવે તેમ નિધાનકુમારે સંસારના મોહરાજાનો વિજય પામવા વિજય તિલક કરાવ્યું પછી પરમાત્માને પુષ્પો અને આભુષણો વડે અંતીમ દ્રવ્ય પૂજા કરી, પછી સંસાર સમુદ્રને પાર પામવા માટે પરમાત્મા સમક્ષ ગુરૂ પાસે ચતુર્વિધ શ્રી સંઘની સાક્ષીએ નિધાનકુમારે ઉત્સાહથી ઉલ્લાસથી ઉમંગથી જાર સોરથી ૩ આદેશ માંગ્યા મમ મુડાવેહ, મમ પવ્વાહેહ, મમ વેષ સમ્પ્પેહ “ભવોભવના પાપતાપ સંતાપને ને હરનાર દેવોને પણ દુર્લભ એવા મહા મંગલને કરનાર આ ત્રણ આદેશો
“હે ગુરૂદેવ!મારા મન, વચન અને કાયાનું મુંડન કરો
“હે ગુરૂદેવ! મને પ્રવજ્યા પ્રદાન કરો જેથી મારા આત્માનું કલ્યાણ થાય
“હે ગુરદેવ! મને પ્રભુ મહાવીરનો ગુરૂ ગૌતમ સ્વામીનો બ્રાન્ડેડ વેષ અર્પણ કરો” આ ત્રણ આદેશ માંગ્યા…. પછી દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી ગુણરત્નસુરીશ્વરજી મહારાજાએ મુ.નિધાન કુમારને ૪પ૦ મુરજાહરણ અર્પણ કર્યું ત્યારે નિધાનકુમાર મન મુકીને નાચી ઉઠ્યા સાથે સાથે મંડપમાં રહેલા સઘળા લોકો હિલોળે ચડ્યા(નાચી ઉઠ્યા) અને નારા બોલવા લાગ્યા… મારો ભાઈલો દીક્ષા લે વાહ ભાઈ વાહ દીક્ષાર્થી અમર રહો… દીક્ષાર્થીનો જય જય કાર સાથે સંગીતકારે સંગીતના સુર રેલાવ્યા…અને પછી નિધાનકુમાર જ્યારે નુતન મુનિ બની સ્ટેજ ઉપર પધાર્યા ત્યારે નૂતન દિક્ષિત અમર રહોના નારાથી મંડપ ગાજી ઉઠ્યો પછી વિધિનો પ્રારંભ થયો. ત્યારે દીક્ષાદાનેશ્વરી ગુરૂભગવંતે નૂતન મુનિના કેશની સાથે વિષય અને કષામયનો પણ લોચ કર્યો…એ સમયે સંગીતકારે ગીત ગાયું…આ કેશનું લુંછન છે કષાયોનું લુંછન છે તેની ધૂન ચલાવી પછી નામકરણ વિધિ થઈ અને મુમુક્ષુ નિધાન કુમાર બન્યા આ.ભ.શ્રી રÂશ્મરત્ન સુરીશ્વરજી મહારાજાના પ૩ માં શિષ્ય નૂતનમુનિ નિજાનંદરત્ન વિજયજી મ.સા….તે સમયે જિજ્ઞા બહેન અને પ્રણયભાઈનો મન-મયુર નાચી ઉઠ્યો અને વર્ષોનું સ્વપ્ન સાકાર થયું….તેનો આનંદ માણ્યો…નૂતન મુનિરાજને દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી ગુણરત્નસુરિશ્વરજી મહારાજા એ હિતશિક્ષા આપી એમા કહ્યું કે જે છોડ્યું છે એને ક્યારેય યાદ નહિ કરતા અને જેના માટે છોડ્યું છે તેને ક્યારેય પણ ભુલતા નહિ…અને આત્મા અને શરીર અલગ છે અએને વારંવાર યાદ કરજા…અને નિધાનકુમારને આશિર્વાદ આપવા માટે અનેક આચાર્યો તથા ૩૦૦ થી અધિક સાધુ સાધ્વી પધાર્યા હતા. ભારતભરના સંઘો તથા સુરતના શ્રેષ્ઠીવર્યો ઉપસ્થત રહ્યા છે.