દિલ્હી : શાહીનબાગને ફન્ડિંગ સહિત ઘણી અરજીઓની થઈ સુનાવણી, હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી હિંસા અને નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન વિશે ઘણી અરજીઓની શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. શાહીનબાગ સહીત અન્ય આઠ વિસ્તારોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વિશે કરવામાં આવેલી અરજીમાં પૂછવામા આવ્યું છે કે, આ માટે ફન્ડિંગ કોણ કરી રહ્યું છે. આ અરજી મામલે હવે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપી છે. આ સિવાય પણ ઘણી અરજીઓ વિશે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે.પ્રદર્શનના કારણે ઉભુ થયું હિંસાનું વાતાવરણઅરજી કરનાર અજય ગૌતમે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, આ પ્રદર્શનના કારણે દિલ્હીમાં હિંસાનું વાતાવરણ ઉભુ થયુ છે. આ સંજોગોમાં તપાસ થવી જોઈએ કે, આ ધરણાં પ્રદર્શનો માટે ફન્ડિંગ કોણ કરી રહ્યું છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસ, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ આપી છે અને ૩૦ એપ્રિલ સુધી જવાબ આપવા કહ્યું છે. આ અરજીની સુનાવણી દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલની આગેવાની વાળી બેન્ચ દ્વારા કરવામાં આવી છે.સોનિયા-રાહુલ કેસમાં પણ નોટિસદિલ્હી હાઈકોર્ટે આ દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, વારિસ પઠાણ દ્વારા આપવામાં આવેલા નિવેદનની પણ સુનાવણી કરવામાં આવી છે. અરજી કરનારે આરોપ લગાવ્યો છે કે, આ નેતાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા અને લોકોને ઉશ્કેર્યા છે. હાઈકોર્ટે આ અરજીની સુનાવણીમાં પણ દિલ્હી પોલીસ, કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપી છે. આ મામલે હવે ૧૩ એપ્રિલે સુનાવણી કરાશે.આ અરજીમાં સોનિયા ગાંધીના એ નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમા તેણે કહ્યું છે કે, મોદી સરકાર વિરુદ્ધ આપણે રસ્તાઓ પર આવવું પડશે. જ્યારે વારિસ પઠાણ દ્વારા આપવામાં આવેલા ૧૫ કરોડ વાળા નિવેદનનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભડકાઉ ભાષણો વિશે નોટિસહાઈકોર્ટમાં આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાષ્કર, હર્ષ મંદર વિરુદ્ધ દ્ગછૈં તપાસની અપીલ કરવામાં આવી છે. બંને પરઆરોપલગાવવામાં આવ્યો છે કે, તેમણે નાગરિકતા સંશોધન એક્ટ અને દ્ગઇઝ્ર વિશે ઉશ્કેરણીવાળી ટ્વિટ કરી છે. આ અરજી વિશે પણ હાઈકોર્ટે દિલ્હી પોલીસ અને દિલ્હી સરકારને નોટિસ આપી છે. હવે આ અરજી વિશેની પણ આગામી સુનાવણી ૧૩ એપ્રિલે કરવામાં આવશે.