દિલ્હી :ચાંદ બાગમાં હિંસા દરમિયાન મંદિરની ઢાલ બન્યા મુસ્લિમ, વિજય પાર્કમાં બંને સમુદાયોઓ મળીને ઉપદ્રવીઓને ભગાડ્યા હતા

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી દિલ્હીમાં જ્યારે ત્રણ દિવસથી હિંસા ફેલાયેલી છે ત્યાં આ જ સમય દરમિયાન અમુક જગ્યાઓએ હિન્દુ-મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી. વિજય પાર્ક અને યમુના વિહાર વિસ્તારમાં બંને સમુદાયોએ સાથે મળીને ઉપદ્રવીઓને ભગાડ્યા હતા. અહીં માત્ર રોડ પર આવેલા ઘરોને જ નુકસાન થયું હતું બાકીના અન્ય રસ્તાઓ સુરક્ષીત હતા. બીજી બાજુ ચાંદ બાગમાં મુસ્લિમોએ હિન્દુ સાથે મળીને માનવ શ્રૃંખલા બનાવીને મંદિરને આંચ પણ નહતી આવવા દીધી.વિજય પાર્કની ગલી નંબર 17માં રહેતા રાકેશ જૈને જણાવ્યું કે, યમુવા વિહારના સી-12માં મંદિર અને મસ્જિદ અંદાજે 100 મીટરના અંતરે જ આવેલા છે. સાંજે મસ્જિદમાં અઝાન અને મંદિરમાં શંખનો અવાજ એક સમયે જ આવે છે. આખી સોસાયટી એક પરિવારની જેમ રહે છે. મુસ્લિમ સમુદાયના લોકો પણ અમારા ભાઈ જ છે. અડધી રાતે પણ જરૂર પડે તો તેઓ અમારા માટે અને અમે એમના માટે હાજર થઈ જઈએ છીએ. જૈને કહ્યું કે, ઉપદ્રવીઓ બહારથી આવી રહ્યા છે અને અમે બધા ભેગા થઈને તેમને ઘૂસવા નથી દેતા.બંને સમુદાયના લોકોએ મંદિર-મસ્જિદ પર આંચ ન આવવા દીધીઆ વિસ્તારમાં 20 વર્ષથી પહેતા સુહૈલ મંસૂરીએ જણાવ્યું કે, બંને સમુદાયએ એક બીજાને સાથ આપ્યો હોવાથી અહીં અમે ન મંદિર પર આંચ આવવા દીધી ન મસ્જિદ પર. સી-12માં રહેતા રાહુલે કહ્યું કે, અંહી 35 વર્ષમાં પહેલીવાર સાંપ્રદાયિક હિંસા થઈ છે. ઉપદ્રવીઓએ અમારા માર્કેટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો પણ અમે તેમને બહાર કાઢી મુક્યા હતા. આ બ્લોકના મોહમ્મહદ ઝાકિરે કહ્યું કે, હું પહેલાં વિજય પાર્કમાં રહેતો હતો અને હવે હમણાં જ આ કોલોનીમાં રહેવા આવ્યો છું. અમારે અહીંના દરેક હિન્દુ પરિવાર સાથે ખૂબ સારા સંબંધો છે. ઈદ પર તેઓ અમારા ત્યાં આવે છે અને દિવાળીમાં અમે તેમના ઘરે જઈએ છીએ. અમે આખી રાત વારાફરથી પહેરો ભરીએ છીએ જેથી કોઈ દુર્ઘટના ન બને.મુસ્લિમોએ કહ્યું- મંદિર ખંડિત થાત તો અમારુ માથુ શરમથી ઝૂકી જાતત્રણ દિવસથી હિંસા સળગી રહેલા ચાંદ બાગમાં રહેતા સલીમે કહ્યું કે, જો મંદિર ખંડૂત થાત તો અમારુ માથુ શરમથી ઝૂકી જાત. અહીં રહેતી તબસ્સૂમે કહ્યું, અમે નક્કી કર્યું હતું કે, મંદિરને કઈ નહીં થવા દીએ. અમે મળીને એવું પણ નક્કી કર્યું હતું કે, નફરતની આ આગમાં હિન્દુઓની દુકાનો પર પણ આંચ નહીં આવવા જઈએ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.