દિલ્હીમાં હિંસા : મૌજપુર અને બ્રહ્મપુરીમાં ફરી પથ્થરમારો, ટ્રમ્પ સામે દેશ અને મોદીની છાપ બગાડવા માટે હિંસા કરાઈ હોવાનો પોલીસનો દાવો
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો(સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં હેડ કોન્સ્ટેબલ સહિત ૫ લોકોના મોત અને ૧૦૫ લોકો ઘાયલ થયા હતા. મંગળવારે ફરી મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે. દિલ્હી પોલીસે સોમવારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે તેમના દિલ્હી પહોંચ્યાના થોડા કલાક પહેલા રાજધાનીમાં હિંસા ભડકી ઊઠી હતી. વિશ્વ પટલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની છાપ ખરાબ કરવાના ઈરાદાથી હિંસાની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. જેનો માહોલ ગુરુવાર રાતથી જ બનાવવાનુ શરૂ કરી દીધું હતું.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શાહીનબાગમાં ઘણા દિવસોથી સુપ્રીમ કોર્ટના વાર્તાકાર લોકો સાથે વાત કરી રહ્યા હતા. એવામાં ત્યાં શાંતિપૂર્ણ ઢંગથી દેખાવની ઈમેજ જાળવી રાખવા માટે બીજા સ્થળે હિંસક દેખાવોની પટકથા લખવામાં આવી હતી. સ્પેશ્યલ બ્રાન્ચ સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પની ભારત યાત્રા અંગે પહેલાથી જ શંકા હતી કે સ્થિતિને જાણી જોઈને બગાડવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હિંસક ઘટના પાછળ બહારથી કોઈ સપોર્ટ હોઈ શકે છે. તેમના આ ખોટા ઈરાદાઓને પુરા કરવા માટે ઓછી વયના યુવાનો મોહરા બનાવાયા છે૪૦૦૦ ઉપદ્રવિઓનો વીડિયો અને તસવીરોથી ઓળખ કરવામાં આવશેઃપોલીસપોલીસની ટીમ ઉપદ્રવીઓની ઓળખ કરવા માટે ૩૦ વાઈરલ વીડિયો અને ફોટાઓને ખંખેરી રહી છે. આવું કરવાથી ચાર હજારથી વધારે હિંસક લોકો વિશે માહિતી મળશે. દિલ્હી પોલીસની સાઈબર સેલે આ વીડિયો અને તસવીરોને કબ્જામાં લીધી છે. પોલીસ આ માટે બાતમી આપતા તંત્રની મદદ પણ લઈ રહી છે. જેમના વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરશે. ઝ્રછછના વિરોધ અને સમર્થનમાં ભડકાવેલી હિંસામાં ૧૦૦થી વધારે લોકોના નામ છે. જેમાં ઘણા નેતાઓના નામ પણ સામેલ હોવાની વાત ચર્ચાઈ છે. પોલીસને શંકા છે કે જે લોકો નકાબમાં જોવા મળી રહ્યા છે, તે આ હિંસક ઘટનાઓનું કાવતરું ઘડનારાઓના મોટા ચહેરા હોઈ શકે છે.પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું- પહેલાથી જ એક્શન લઈ લીધું હોત તો આ દિવસ ન આવતો
દિલ્હીમાં હિંસાની ઘટના પોલીસની મોટી નિષ્ફળતા છે. પોલીસે યોગ્ય સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી, જેનો ભોગ નિર્દોષ પોલીસકર્મીએ ભોગવવો પડ્યો હતો. દિલ્હી પોલીસમાંથી રિટાયર્ડ અધિકારીએ સ્વીકાર્યું કે, શરૂઆતથી જ પોલીસનું વલણ નબળું રહ્યું હતું. એક રિટાયર્ડ પોલીસ અધિકારીએ કહ્યું કે, શાહીનબાગમાં જે દિવસે લોકોએ રસ્તાને બ્લોક કર્યો હતો, ત્યારે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ હતી. પોલીસે ત્યારે એક્શન લઈ લીધું હોત તો આજે આ દિવસ ન જોવો પડતો.હિંસા પર ગૃહમંત્રાલયની નજર, પોલીસનો દાવો- સ્થિતિ નિયંત્રણમાંપૂર્વ દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાઓને ગૃહ મંત્રાલયે એકદમ ગંભીરતાથી લીધું છે. દિવસભર ચાલેલા હોબાળાની પોલીસ પાસેથી સતત માહિતી લેવામાં આવી રહી છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સીનિયર પોલીસ અધિકાર ઘટનાસ્થળે તહેનાત છે. સાથે જ દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ત્યાંથી જ તેઓ સીનિયર પોલીસ અધિકારીઓને જરૂરિયાત પ્રમાણે સૂચનો પણ આપી રહ્યા છે.સોમવારે જાફરાબાદ-મૌજપુરમાં શું થયું?કારવલ નગર રોડ ખાતે આવેલા શેરપુર ચોક પર સોમવારે સવારે જ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. એક બાજુ ના વિરોધી તો બીજી બાજુ સમર્થકોનો જમાવડો હતો. મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત હતી. ડીસીપી નોર્થ ઈસ્ટ વેદપ્રકાશ સૂર્યાએ કહ્યું હતું કે, બન્ને પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, લોકોએ કોઈ વાત ન માની અને સામ સામે આવી ગયા હતા. આનાથી પમ ભયંકર સ્થિતિ મૌજપુરમાં જોવા મળી હતી. લગભગ ૫૦ મીટરના અંતર બન્ને જૂથોના લોકો નારાબાજી કરતા રહ્યા હતા. આ લોકોએ પોલીસની સામે તલવાર લહેરાવી પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુથી પણ પથ્થરમારો થયો તો ઘણા ઘરોના કાચ પણ તૂટ્યા હતા. ઘણી દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ સ્થિતિ બાબરપુરમાં પણ રહી હતી, ગોકુલપુરી ટાયર બજારમાં પણ આગચંપી થઈ હતી. પોલીસે ટીઅર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘણા ઉપદ્રવીઓ એવા હતા જે ઓળખ છુપાવવાના ઈરાદાથી મોઢું સંતાડવા રૂમાલ લાવ્યા હતા.