દિલ્હીથી ગ્રાઉન્ડ રિપોર્ટઃકોઇ બહેનના બે સગા ભાઇ તો કોઇનો યુવાન દીકરો જતો રહ્યો; પરિવાર મૃતદેહ લઇને દિલ્હી છોડી રહ્યા છે

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી: ‘રમખાણ’.. આ શબ્દ જ શરીરમાં ધ્રુજારી પેદા કરી દે છે. અને જ્યારે તમે તેના શિકાર થયેલા લોકોના પરિવારને મળો તો તમારી આત્મા ચિતકારી ઉઠે છે. દિલ્હીની હિંસાની ઘણી કહાણીઓ છે. દરેક કહાણી આંખો ભીની કરી દે છે. કોઇ બહેને ભાઇ ગુમાવ્યો તો કોઇનો યુવાન દીકરો જતો રહ્યો. ભાસ્કરની ટીમે હિંસાથી પ્રભાવિત હૌઝ ખાસ, શિવ વિહાર અને મુસ્તફાબાદ વિસ્તારોની મુલાકાત લીધી. એ પરિવાર સાથે મુલાકાત કરી જેમના પોતાના આ હિંસાનો શિકાર બન્યા.મનમાં બહુ ડર છે..અમે શિવ વિહાર પહોંચ્યા. દરેક પગલે ચુસ્ત પોલીસ અને CRPFના જવાન. મુખ્ય રસ્તા પર સન્નાટો જાણે મોઢુ મચકોડી રહ્યો હતો. ગલીઓમાં અમુક લોકો દેખાયા. અહીં ફારૂક સાથે મુલાકાત થાય છે. અમે પૂછ્યું- હવે માહોલ કેવો છે ? ફારૂકે કહ્યું- મનમાં ડર ઘણો છે. જેમણે પોતાના વહાલસોયાને ગુમાવ્યા તેમના ઘરમાં માતમ છે. અમારી વિનંતિ પર એક પીડિત પરિવાર સાથે મુલાકાત કરાવવા લઇ જાય છે. આ ઘરના બે દીકરા હવે આ દુનિયામાં નથી. દૂરથી જ વિલાપ સંભળાય છે. આ મુસ્લિમ બહુમતિ વાળો વિસ્તાર છે. અમે એક ઘર સામે રોકાયા. બોલાવવા પર અંદરથી એક મહિલા બહાર આવી. તેનું નામ શબનમ છે. અમારો પરિચય જાણ્યા બાદ શબનમ કહે છે, ‘‘સોમવારે મારા બન્ને ભાઇ અમ્મીને નાનાના ઘરે છોડીને ગાઝિયાબાદ ગયા હતા. પરિસ્થિતિ ખરાબ છે તેવી ખબર પડી તો અમે તેમને ત્યાં જ રોકાવા માટે કહ્યું. બુધવારે પોલીસ આવી તો લાગ્યું કે હવે કોઇ ટેન્શન નથી. અમે તેમને ઘરે આવી જવા માટે કહ્યું. તેઓ નિકળ્યા પરંતુ દરવાજા સુધી પહોંચી ન શક્યા. તેમના નામ આમિર અને હાશિમ હતા. અબ્બૂ અને નાની બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. પોલીસે મરનારાઓનો ફોટો દેખાડ્યા. તેમાં મારા બન્ને ભાઇ હતા. આમિર 22 વર્ષનો હતો. આ ઘરમાં ટૂંક સમયમાં કિલકિલાટ ગૂંજવાનો હતો. નાનો મહેમાન તો આવશે પરંતુ તેના પિતાની છત્રછાયા તેના નસીબમાં નહીં હોય. હાશિમના હમણા જ નિકાહ થયા હતા. ’’ આટલું કહેતા તેની આંખોના આંસુ તેના દુપટ્ટાને ભીંજવી ગયા હતા. કહાણી ખતમ કરીને તે આંસુઓ સાથે અંદર જતી રહી.‘તે ચીજો ને જોડતો હતો ખબર નહીં ક્યારે શ્વાસ તૂટી ગયા’ફારૂકને અમે પૂછ્યું- શું અહીં કોઇ અન્ય પરિવાર છે જેમનું કોઇ હિંસાનો શિકાર થયું હોય. તો કહ્યું- હા. અમે તેની સાથે ભાગીરથી ક્ષેત્ર પહોંચ્યા. અહીં અમુક મુસ્લિમ નજીક આવે છે. ફારૂક તેમને અમારો પરિચય આપે છે. એક વ્યક્તિને બોલાવવામાં આવે છે. આ સલમાન છે. તેનો નાનો ભાઇ શાબાન(22) હિંસામાં મૃત્યુ પામ્યો. સલમાન કહે છે, ‘‘સાહેબ એ તો વેલ્ડિંગ કરતો હતો. ઓજાર લેવા માટે ચાંદબાગ સુધી જ ગયો હતો. મંગળવારે ઘરેથી નિકળ્યો. હવે ક્યારેય પાછો નહીં આવે. તેને ગોળી વાગી હતી. અમે મૂળ બુલંદશહેરના રહેવાસી છીએ. પોલીસે કહે છે કે અહીંથી જનાજો કાઢતા નહીં નહિંતર માહોલ ફરી ખરાબ થઇ જશે. હવે અમે બુલંદશહેર જઇ રહ્યા છીએ. સુપુર્દ-એ-ખાક ત્યાં જ કરીશું.’’લોકોને મુકામ સુધી પહોંચાડતા પહોંચાડતા શાહિદ અંતહીન યાત્રા પર ચાલ્યો ગયોન્યૂ મુસ્તફાબાદ. અહીં રહેતો શાહિદ(23) હવે ક્યારેય નહીં પાછો આવે. બસ ત્રણ મહિના પહેલા જ નિકાહ થયા હતા. ઓટોથી મુસાફરોને મુકામે-મુકામે પહોંચાડતો શાહિદ પોતે એવા સફરે નિકળી ગયો જે ખતમ નથી થતો. તેના સાળા સલીમ કહે છે, ‘‘શાહિદ ઓટો ચલાવતો હતો. તે દિવસે એ કામ પરથી પાછો આવી રહ્યો હતો. ત્રણ મહિના પહેલા તેના નિકાહ થયા હતા. તેને ગોળી વાગી હતી. અમે મદીના નર્સિંગ પહોંચ્યા પરંતુ ત્યાં સુધી શ્વાસ બચ્યા ન હતા. ’’ 20 વર્ષનો દાનિશ પણ અહીં રહે છે. તેના પગમાં ગોળી વાગી છે. પિતા જલાલુદ્દીન કહે છે- મોહન નર્સિંગ હોમમાંથી મારા દીકરા પર ગોળી ચલાવી. અલ્લાહની મહેરબાની છે કે મારો દીકરો બચી ગયો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.