
દરોડા / ગેરકાયદ રેતીનો સંગ્રહ કરવા બદલ ૧૧૪ કરોડનો દંડ
ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા બે મહિનામાં ૩૩૫ જેટલા દરોડા
વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા બે મહિનામાં ૩૩૫ જેટલા દરોડા પાડીને ૧૧૪ કરોડ રૂપિયાના દંડની વસૂલાત માટે નોટીસ ફટકારી છે.ખાણ અને ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા ૨૩ જિલ્લાઓમાં દરોડા પાડીને અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ૧૧૬ સ્થળે દરોડા પાડ્યા હતા. વડોદરા, ખેડા, આણંદ ૭૫ સ્ટોક મળ્યા હતા. દક્ષિણ ઝોનમાં ૮૫ અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ સ્ટોક મળ્યા હતા. તપાસમાં રોયલ્ટી પાસ સામે જથ્થામાં વધઘટ દેખાઈ હતી.