તમારે સફળ થવું છે ? જિંદગીની કોરી સ્લેટ પર અક્ષરો પાડવા છે ? તો ગલબાભાઈ પટેલના સોનેરી વાક્યોને આત્મસાત્ કરો…

ગુજરાત
ગુજરાત

કોઈ પણ ચિત્રની સજાવટ માટે રંગોની જરૂર પડતી  હોય છે એવી જ રીતે જિંદગીના રંગો અનેક છે, તે રંગોથી જીવનને શણગારી શકાય છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલની જિંદગી કોરી સ્લેટ જેવી હતી પરંતુ તેમણે પોતાના વિચારો થકી જિંદગીની કોરી સ્લેટમાં અક્ષરો પાડવાની કોશિશ કરી હતી. તેમના સર્જનાત્મક વિચારો હોવાથી એ માણસમાંથી મહામાનવ  શક્યા હતા.
તમારે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું છે ? જિંદગીની કોરી સ્લેટ પર અક્ષરો પાડવા છે? તો ગલબાભાઈ પટેલના સોનેરી વાક્યોને આત્મસાત્ કરો… કારણ કે ગલબાભાઈ પટેલે જે સારી બાબતો હતી, તેનું અનુસરણ કર્યું હતું અને ખરાબ બાબતો હતી તેનો ત્યાગ કર્યો હતો. પોતાના જીવનમાં કોઈ દિવસ અંગત સ્વાર્થ માટે કોઈને મહ¥વ આપ્યું ન હતું એટલે ગલબાભાઈ પટેલને ઋષિતુલ્ય ગણવામાં આવે છે.
જ્યાં સારા વિચારોનું અનુસરણ છે ત્યાં ઈશ્વરનું મંદિર છે, પરમાત્માનું ધામ  છે અને સત્યનો વાસ છે. પરંતુ ગલબાભાઈ પટેલના ગામઠી ભાષાના વિચારો છે, તે ખરા અર્થે માનવીને કંઈક નવું કરવા માટે પ્રેરણાસ્રોત સાબિત થશે. કદાચ ગલબાભાઈના એકાદ વિચારને પણ આત્મસાત્ કરી લેવામાં આવે તો હાડમાંસથી બનેલા માનવીમાં પણ કાર્ય પ્રત્યે નિષ્ઠા જાગૃત થશે અને  તેઓનું જીવન પણ નિષ્કલંક  બનવા તરફ પ્રયાણ કરશે. 
ગલબાભાઈ પટેલના કેટલાક વાક્યો સુવિચાર જેવા લાગશે, તો કેટલાક વાક્યોમાંથી દરેક શબ્દમાં ક્રાંતિકારી વિચાર હશે એવો અનુભવ થશે. કોઈ એક સારો વિચાર માનવીનાં જીવનની સિકલ બદલી નાખે છે. એવું જ ગલબાભાઈ પટેલનાં વિચારોમાં દેખાઈ આવે છે.તો આવો ગલબાભાઈ પટેલના વિચારોનું અનુસરણ કરીને જિંદગી-શણગાર માટે સંકલ્પ બળ પ્રાપ્ત કરીએ.
મારા આટલા શ્રમથી જો એક દાણો વધુ ઊગે છે તો એ મારા દેશની અને દેશ-બાંધવોની સેવા જ છે
ને…
સમાજના ઉત્થાનમાં મારું આખું જીવન ખપી જાય અને મારા મરણ પછી મારા શરીરના અંગોથી કોઈ
પણ આત્મા તૃપ્ત થાય તેને હું મારું સદભાગ્ય લેખું છું.
મારા જિલ્લાના છેવાડાનાં ગામની વિધવા બહેનો પણ દાતરડાના હાથા પર સ્વમાનભેર જિંદગી ગુજારે
તેવા ધંધો વિકસાવવો છે.
ભાઈ આપણે દીકરાઓને ભણાવવા માટે કર્યું, પણ ગરીબ દીકરીઓને કોણ ભણાવશે?
જગત ઉપરના બધા જ માનવો ભગવાને બનાવ્યા છે તેથી આપણે સૌ ભાઈ-ભાઈ છીએ.
ના ભાઈ ના, તમે જાઓ, ડેરીના કામમાં પળનુંય મોડું થાય તે પાલવે એમ નથી.
ભાઈ, આ અમારી કમનસીબી છે કે લોકો ભોળા અને નિરક્ષર છે. એક દિવસ આ લોકો સમજતા
થશે ત્યારે બનાસકાંઠાની સિકલ બદલાઈ જશે.
ભાઈઓ ! દૂધ  એ પરસેવાની મૂડી છે. ચોમાસુ હોય, વરસાદ આવતો હોય, ઉનાળામાં ગરમી અને
શિયાળામાં ઠંડી પડતી હોય તેવા સમયે કપરી મહેનત, મજૂરી કર્યા બાદ દૂધ પેદા થાય છે.
ખરેખર, તમે અમલ (અફીણ) છોડી દ્યો તો સારું કારણ કે, આ એક નુકસાનકારક નશાવાળી અને
શરીરવિરોધી અને સરકારવિરોધી વસ્તુ છે અને ચોરી કરીને  ખાવું પડે તો તેના કરતા છોડી દેવું સારું છે.
આપણે તો દુષ્કાળ, ગરીબીમાંથી બનાસકાંઠાને મુક્ત કરીને તેને નવા ઉદ્યોગો દ્વારા દોડતો કરવો છે.
ભાઈ ! ભણવાનો જમાનો છે. જો છોકરાને વ્યવસ્થિત રીતે શિક્ષણ ન આપીએ તો તેમના ભવિષ્યનંક
શું ?
તમારા યુવાનોનું ગરમ લોહી જોઈને મને આનંદ થાય છે, તમે યુવાનો જ બનાસકાંઠાને બેઠો કરશો.
“આપણા ઘરમાં શું ધનના ભંડાર ભર્યા છે કે કોઈ લૂંટી જાય છે?આપણે ત્યાં તો ધન નહીં પણ ધાન
છે તે ચોર બિચારો કેટલું ઉપાડી જશે?” 
નેતાગીરી કરવી હોય તો વહેલા ઊઠીને કુટુંબનું કામકાજ જાતે પતાવી લેવું, ને જે કાંઈ હાજરમાં
ખાવાનું હોય તેમાંથી પેટપૂજા કરીને જ બહાર નીકળવું કે જેથી આખો દિવસના ધિબાકા,
સારા દૂધના વાજબી ભાવ લેવા માટે આપણે ડેરી કરવાની છે, અને ત્યાં જ તમારે દૂધ આપવાનું છે.
“જૂઓ પારખો, અમારા બનાસકાંઠાના ખેડૂતોની દશા!” અને પછી ખૂબ જ જીવ બાળતા હતા. મારે
ખરું કામ આ ખેડૂતોને બેઠા કરવાનું છે અને સાદું તથા સરળ જીવન જીવતા કરવા છે.
બીજા જિલ્લાની માફક બનાસકાંઠા દોટ મૂકે તેવું મારે કરવું છે…
જે માણસો મને મળવા આવે તેમની હકીકત હું ધીરજપૂર્વક ન સાંભળું અને તેમનું કામ ન કરું તો આ
લીધેલો હોદ્દો મારા માટે શાપરૂપ છે.
તમે જેના લોહી અને પસીના વડે તૈયાર થયેલું અનાજ ખાઓ છો, તે જગતનો તાત જે રીતે જમે છે તેરીતે હું જમું છું.
તમો દરેક ખેડૂત ઓછોમાં ઓછી એક ગાયને બચાવો. તમને ખૂબ પુણ્ય થશે. તમારા ઢોરોનો ઓગાઠ
ખાઈને તે જીવશે. આટલું કામ જરૂરથી કરો. ભગવાન તમારું ભલું કરશે.
ગલબાભાઈ દરેક સરકારી અધિકારીને સુંદર જવાબ પણ આપતા હતા. તેમની જીભ પર જાણે સરસ્વતીનો વાસ હોય એવું લાગતું પણ તેમના મોઢામાંથી નીકળતા શબ્દો અગમચેતી હતા. 
એક એવો જ પ્રસંગ છેઃ 
કોઈ એક સમયની આ વાત છે, જ્યારે
  બનાસકાંઠામાં ખૂબ જ ભારે દુષ્કાળ પડ્‌યો હતો. એક ઉચ્ચ અધિકારી દુષ્કાળ હતો એટલે રાહતકામો શરૂ કરાવવાના હતા.આથી ગલબાભાઈ પાસે ગયા હતા અને તેઓએ જવાબ આપેલ કે “આપણે જવાબદાર માણસો છીએ, આપણાથી જાન્યુઆરી મહિનો આવે નહીં અને આનાવારી (કેટલી આની પાક પાક્યો તેનો અડસટ્ટો કાઢવો તેમાં ચાર આનીથી ઓછો આનાવારી થાય નહીં ત્યાં સુધી દુષ્કાળ છે તેમ કહેવાય નહીં” આ વાત સાંભળીને ગલબાભાઈ પટેલને ખૂબ જ દુઃખ થયું અને ગલબાભાઈ પટેલે જવાબ આપતા કહ્યું કે  “ભૂખે મરતાં માણસો ગામ છોડી જાય છે. કોઈપણ ખેતરમાં દાણો કે અનાજ પાક્યું નથી કે વરસાદનો છાંટોયે પડ્‌યો નથી. આમ, આપણે છતી આંખે દેખતા હોય છતાંય દુષ્કાળ છે તેમ ન કહી શકીએ તેવો તમારો કાયદો કેવો ?” સરકારી અધિકારીને એ વખતે ગલબાભાઈએ બિલકુલ સરળ ભાષામાં કીધું છે પણ વર્તમાન સાથે પણ અનેક રીતે જાણે સંબંધ ધરાવે છે. નેતા કેટલો સજાગ હોવો જોઈએ તે તેના પરથી ખ્યાલ આવે છેઃ
સ્વરાજ્યનો સાચો અર્થ તો એ છે કે તેમાં કોઈ કોઈનું શોષણ કરે નહીં. સમાજનાં સઘળાં અંગોનો
વિકાસ સરખી રીતે થાય, ગરીબી હટાવવા માટે દેશમાં ઉત્પાદનનો વધારો કરવો પડશે. તે સિવાય ગરીબી દૂર કરવી મુશ્કેલ છે.
ચૂંટણીમાં જીતવાથી લોકસેવા કરવાની તક પ્રાપ્ત થઈ એટલું જ નહિ પણ તેનો પૂરેપૂરો ઉપયોગ કરો તોસાચા અર્થમાં વિજેતા ગણાશો.
એકવાર ઝઘડો થયો ત્યારે ગલબાભાઈએ એક માણસનેકહ્યું કે “તમે ઝઘડો નહીં, તમારા ઝઘડવાથી આકામ પતશે નહીં. તમે પ્રેમથી મળીને સમજો. ઝઘડો પ્રેમથી પતશે.”
“અમારું બધું આપ હમજતા નથી. અમે કહીએ તે આપ હોંભળશો તો અમારી વાતનો તોલ થશે.”
અલ્યા તમારા છોકરાંને નોકરીમાં રાખી ભાવી પેઢીને શું કરવા ખરાબ કરો છો ?જે છોકરો નોકરી કરી
પગાર લઈ શકતો નથી અને જેને નોકરીમાં ફાવતું નથી. છાનાંમાનાંતેઓને રાજીનામું અપાવી ઘેર લઈ જઈ ડોબાં ચરાવરાવો કે ખેતરમાં શાકભાજી વવરાવો તો કોકનું કલ્યાણ થશે. શાળાના છોકરાનું શિક્ષણ ખરાબ મત કરાવો,.
ગલબાભાઈ પટેલનાં વાક્યોમાંજ્યારે કોઈ અધિકારી સાથે વાત કરતા તેમાં એક પ્રકારનો અર્ક જોવા મળશે. આ વાક્યો અનેક રીતે ડગલે ને પગલે ઉપયોગી થાય તેવા લાગશે. 
ચીનનાં ગ્રામ-પુનર્રચના આંદોલનના પ્રણેતા જેમ્સ યેને ૧૯૨૦માં આપેલા જીવનલક્ષી માર્ગદર્શનમાં રાજકીય,ફિલ્મ,પત્રકારત્વ, બિઝનેસ,ખેતી તેમજ ગ્રામ-ઉત્થાન જેવા અનેક ક્ષેત્રમાં અણમોલ શબ્દ ખૂબ ઉપયોગી નીવડે તેવા છેઃ
લોકો પાસે જાઓ.
લોકોની વચ્ચે રહો.
લોકો પાસેથી શીખો.લોકો પાસે બેસીને આયોજન કરો.
લોકો સાથે કામ કરો.
લોક જે જાણતા હોય ત્યાંથી શરૂઆત કરો.
લોકો પાસે છે એના પર ચણતર કરો.
કરી બતાવીને શીખવો, કરી ને શીખો
ખાલી પ્રદર્શન ન કરો,
પણ તરાહ ઊભી કરો.
કોઈ વિલક્ષણ કરી છોડી ન દો.
વ્યવસ્થા ઊભી કરો.
થાગડ થીંગડવાળો નહીં.
પણ સર્વાંગી અભિગમ અપનાવો.
ચોકઠાંને અનુરૂપ થવા નહીં,
પણ પરિવર્તન કરવા મથો.
પીડા હળવી કરવા નહીં,
પણ એમાંથી મુક્તિ મેળવવા મથો

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.