ડીસાના બસ ડેપોમાં ૩ હોમગાર્ડ જવાનોએ અમદાવાદની યુવતીને સામુહિક દુષ્કર્મ આચર્યું
મહિલાઓ માટે સલામત ગુજરાતના દાવા દિવસે ને દિવસે પોકળ થતાં જાય છે. હજુ તો એક દિવસ પહેલાં કોટડાસાંગણીમાં ભાજપ અગ્રણી દ્વારા યુવતીનું અપહરણ કરી તેના પર ગેંગરેપની ઘટનાની સ્યાહી સૂકાઈ નથી ત્યાં વધુ એક સામુહિક દુષ્કર્મનો કિસ્સો બનાસકાંઠાના ડીસામાંથી સામે આવ્યો છે. ડીસામાં ૩ હોમગાર્ડ જવાનોએ એસટી બસ સ્ટેન્ડ પર મહિલા મુસાફર સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
રાત્રીના સમયનો લાભ ઉઠાવી ૩ હોમગાર્ડ જવાનો દ્વારા યુવતી સાથે બળજબરી કરવામાં આવી હતી. અને તેને ધાક ધમકી આપીને બસ ડેપોના ધાબા પર લઈ જવામાં આવી હતી. અને ધાબા પર લઈ જઈને ત્રણેય હોમગાર્ડ જવાનો દ્વારા અમદાવાદની યુવતી પર પાશ્વી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બસ ડેપો પર સામુહિક દુષ્કર્મની ઘટનાની વાત વાયુવેગે ફેલાતાં ચકચાર મચી જવા પામી હતી.