જ્યાં રણ છે ત્યાં સુખની ભીનાશના છોડ ઉગી શકે છે ? હા, તેનું ઉદાહરણ વિશ્વ સમક્ષ બનાસ ડેરી છે…

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા જિલ્લાની એક સમય અલગ પડતી ઓળખ હતી. પાલનપુર શહેર હિરા-ઉદ્યોગની નગરી તરીકે ઓળખવામાં આવતી હતી. બનાસની ધરતીમાં પાણી ઓછું છે પણ મહાન સાહિત્યકારોથી લઈને ઉદ્યોગપતિઓ અને સહકારી આગેવાનો પણ સુકી -રેતાળ ધરતીએ આપ્યાં છે.
તા. ૦૩-૧૦-૧૯૬૬ના વર્ષમાં બનાસકાંઠાની ભૌગોલિક રીતે નહી પણ આર્થિક રીતે સિકલ બદલવાની શરૂઆત થઈ હતી. જ્યાં રણ છે ત્યાં સુખની ભીનાશના છોડ ઉગી શકે છે ? દુઃખના આંસુમાંથી સુખ આંસુ પ્રગટી શકે છે ? કશું શક્યતાનું શિલ્પ દેખાતું ન હોય ત્યાં સફળતાના શિલ્પનું ચણતર થઈ શકે છે ? આ બધા સવાલોના જવાબ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે  શૂન્યમાંથી કરેલ બનાસ ડેરીના સર્જનમાંથી મળે છે. 
ગલબાભાઈ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરીને લાખો માનવીનાં જીવનમાં સુખના દિવા પ્રગટાવ્યાં હતા તેની પાછળ રોચક સહકારી માળખાનો સુવર્ણ અક્ષરથી લખાયેલો ઈતિહાસ છે. જ્યારે બનાસકાંઠાનું કશુ ભવિષ્ય દેખાતું ન હતુ તેવા સમયે ગલબાભાઈ પટેલ આ જિલ્લાનું ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળને સોનેરી બનાવી દીધો છે. ગલબાભાઈ પટેલનું એક સપનું હતુ “મારા જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાંના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે તેવા ધંધા વિકસાવવા છે.”
નિઃસ્વાર્થ, સાદગી અને તેજસ્વી વિચાર ધરાવનાર બનાસ ડેરીના અદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું સ્વપ્ન ગામડાઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક રીતે વિકાસની કેડી કંડેરવા  માટે વાસ્તવિક્ત રીતે તે સમયે સાકાર કરવા અર્થે  તેઓએ ખેડા જિલ્લાના દૂધ સહકારી માળખા ‘અમૂલ પેટર્ન’ આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. બનાસ ડેરી સ્થાપના પાછળનો રોચક ઈતિહાસ છે. ગલબાભાઈ પટેલ બાળપણથી અનોખા માનવી તરીકે તરી આવ્યા હતા. તેમના વિચારોમાં ગજબની શક્તિ હતી. ગલબાભાઈ પટેલના દરેક વિચારમાં સર્જનાત્મક શક્તિ હતી. તે તેમણે કઠોર પરિશ્રમ કરી બનાસકાંઠાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં સહકારી મંડળીઓની શરૂ કરી તેમનું દૂધ સંપાદન કરી તા. ૩૦-૧૦-૧૯૬૬થી દૂધ સાગર ડેરી, મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યુ હતુ. 
બનાસ ડેરીની સ્થાપના પહેલા ગલબાભાઈ પટેલે વિવિધ પ્રકારના વ્યવસાયમાં ભાગ્ય  અજમાવ્યું હતું પરંતુ સફળ થઈ શક્યાં ન હતા. પરંતુ માયાવી નગરી મુંબઈ ગયા ત્યાં ભેંસોનો વ્યપાર કર્યા અને મુંબઈમાં સ્થાપેલ બનાસ ડેરી ફાર્મનું પાટિયું હજુ સુધી ઝૂલે છે. ગલબાભાઈની પ્રામાણિક હોવાના લીધે દુકાનને ખૂબજ મશહૂર બનાવી દીધી  અને એ દૂકાન વેચાયા પછી પણ એ જ નામથી ચાલુ રહી છે. 
ગલબાભાઈ પટેલને માનસિંહભાઈ ચૌધરી પાસેથી પ્રેરણા લીધી હતી. તેમને માનસિંહભાઈ ચૌધરીએ સાથ પણ મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ, પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ તા. ૩૧-૦૧-૧૯૬૯ ના રોજ થઈ છે જેને અપણે ‘બનાસ ડેરી’ તરીકે ઓળખીયે છીએ. જે ‘રણમાં મીઠા જળની વીરડી એટલે બનાસ ડેરી એવી ઓળખ ધરાવે છે. 
ગલબાભાઈ પટેલ દૂધના આ સહકારી વ્યવસાય દ્વારા બનાસકાંઠાના ખેડૂતોની જીવન સમૃદ્ધિ વધારવા પુરૂષાર્થ આદર્યો હતો તે વિશ્વકક્ષાએ નોંધ હાલના સમયમાં લેવાય છે. બનાસ ડેરીની સ્થાપના પછી ગલબાભાઈ પટેલે દૂધના વ્યવસાયને કેવી રીતે ઝડપભેર વિકાસની ગતિ વધારવા માટે ગામડે-ગામડે પ્રવાસ કર્યાં અને નવીન દૂધ મંડળીની શરૂઆત કરાવી. દૂધના સહકારી વ્યવસાયની સમજ આપી હતી.
ગલબાભાઈ પટેલે પોતાના જીવનમાં અનેક તડકી-છાયડી જોઈ હતી પરંતુ તમામ પ્રકારની આંધીઓમાં પણ તેમનો વિચાર મજબૂત રહ્યા હતા. તેમણે  કોઈ દિવસ પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના લાભ માટે કદાપિ બદલાતા નહી અને એક રાજકીય કાર્યકર તરીકે જીવ્યા હતા. એક પ્રસંગ એવો છે કે ડો. વર્ગીસ કુરિયનને ગલબાભાઈ પટેલને  કહ્યું હતું, “હવે જાહેર જીવન, રાજકારણમાં એવું બની ગયું છે કે ડગલે પગલે આત્માને છેતરતા જ જવું પડે તેમ છે. હું અકળાઈ ગયો છું. આ મુદત પુરી થયા પછી ભલી મારી ડેરી અને ઘર” 
ગલબાભાઈ પટેલ એ એક વખત સમાજવાદ વિશેની સાચી વાત કરી હતી, “સમાજવાદ ઉપર ભાષણ કરવા જનાર પોતાની ફાઈલો ઉપાડવા પટાવાળાને સાથે લઈને આવે તેવો આપણો આ સમાજવાદ અને માટે છેતરતા હશે તેમની જાતને અને જનતાને!”
જયારે ગલબાભાઈ પટેલ સહકારી ધોરણે દૂધના વ્યવસાયની ખેડૂતોને સમજણ આપતા ત્યારે કહેતા ગામઠી ભાષામાં “સારા દૂધના વાજબી ભાવ લેવા માટે આપણે ડેરી કરવાની છે, અને ત્યાં જ તમારે દૂધ આપવાનું છે” જ્યારે ખેડૂતોને પણ ગલબાભાઈ પટેલની વાતનો વિશ્વાસ હતો, ખેડૂતો હસતા મોઢે કહેતા હતા કે, “કાકા! તમો જે દૂધની વાત કરો છો તે અમો તમારી સૂચના મુજબ કરીશું.”
ગલબાભાઈ પટેલ જીવનમાં માત્ર બનાસ ડેરીની સ્થાપના કરી હોત અને બીજું કશું કર્યું ન હોત તો પણ તેમને આવનારી પેઢી યાદ કરવાની છે. પરંતુ તેમણે કટંકને ફૂલ બનાવી દીધા અને બનાસકાંઠાના ખેડૂતોના જીવનમાં બનાસડેરી થકી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.