
જોધપુર નજીક અકસ્માતમાં એકજ પરીવારના 11 લોકોના મોત
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવાર સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા એક જ પરીવારના 11 લોકોના મોત થયા છે. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતમૃતકોમાં છ મહિના, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે.પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સવારે ન વાગ્યે સોઈતરામાં ગંવારિયા હોટલ પાસે થયો છે. શેરગઢ પોલીસે ક્રેનની મદદથી ટ્રકને હટાવ્યો હતો. ત્યાર પછી બોલેરોમાં રહેલા લોકોને બહાર કઢાયા હતા